Business

ડોલરની સરખામણીએ રૂપિયો એટલો ગગડ્યો કે નવો રેકોર્ડ બનાવી દીધો

નવી દિલ્હી: રૂપિયો (Rupees Down) અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. ગુરુવારે તે યુએસ ડૉલરના મુકાબલે 80.28 રૂપિયા પર ખુલ્યો હતો. આ પહેલા બુધવારે રૂપિયો 79.98 ના સ્તર પર બંધ થયો હતો. બુધવારે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી 80.45 પર પહોંચ્યો હતો. બીજી તરફ ડોલરમાં છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે.  

ફુગાવાને અંકુશમાં લેવા માટે ફેડએ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો 
યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે (US Central Bank Federals Reserve ) જંગલી ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. સતત ત્રીજા વધારા પછી બેંકનો બેન્ચમાર્ક ફંડ રેટ 3% થી વધીને 3.25% થયો છે. 2023 સુધીમાં વ્યાજ દર વધીને 4.6 ટકા થવાનો અંદાજ છે. ભારત સહિત સમગ્ર વિશ્વ પર તેની અસર થવાની સંભાવના છે.  જેના કારણે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને બજાર દિવસના નીચા સ્તરે બંધ રહ્યું હતું. ડાઉ જોન્સ 522 પોઈન્ટ ઘટીને 30184ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેક 205 પોઈન્ટ ઘટીને 11,220 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. S&P પણ 2% નીચે છે. 

શેરબજાર ખુલતાં જ 400 પોઈન્ટ તૂટ્યું
ફેડના નિર્ણયની અસર સમગ્ર વિશ્વ બજાર પર જોવા મળી રહી છે. સ્થાનિક શેરબજારની (Sensex Down) શરૂઆત પણ ઘટાડા સાથે થઈ છે. સેન્સેક્સ 419 પોઈન્ટ ઘટીને 59.037 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 110 અંક ઘટીને 17608 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારના નબળા સંકેતો વચ્ચે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને આઇટી સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે.

યુએસમાં ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો કર્યા બાદ બજારને આંચકો લાગ્યો છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજ દરોમાં 0.75 ટકા વધારાની જાહેરાત કરી છે. વ્યાજ દરો વધારીને 3.2 ટકા કરવામાં આવ્યા છે. બજારમાં તે નોંધાયું હતું અને બજાર દિવસના નીચા સ્તરે બંધ થયું હતું. ડાઉ જોન્સ 522 પોઈન્ટ ઘટીને 30184ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેક 205 પોઈન્ટ ઘટીને 11,220 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. S&P પણ 2% નીચે છે. એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. AGX નિફ્ટી 130 પોઈન્ટની આસપાસ ઘટીને 17600 સુધી પહોંચ્યો હતો.

Most Popular

To Top