Entertainment

ખો ના જાયે યે તારે ઝમીં પર

દેખો ઇન્હેં યે હૈ આંસ કી બુંદે,
પત્તોં કી ગોદમેં આસમાં સે કૂદે
અંગડાઇ લે ફિર કરવટ બદલ કર,
નાજુક સે મોતી હંસ દે ફિસલ કર
ખો ના જાયેં યે તારેં ઝમીં પર
યે તો સર્દી મેં ધૂપ કી કિરણેં,
ઉતરેં જો આંગન કો સુનહરા સા કર દે
મન કે અંધેરો કો રોશન સા કર દે,
ઠિકુરતી હઠેલી કો રંગત બદલ દે
ખો ના જાયેં યે તારેં જમીં પર
જૈસે આંખો કી ડિબિયાં મેં નિંદીયા, ઔર નિંદીયા મેં મીઠા સા સપના
ઔર સપને મેં મિલ જાયે ફરિશ્તા સા કોઇ
જૈસે રંગો ભરી પિચકારી, જૈસે તિતિલિયાં ફૂલો કીકયારી
જૈસે બિના મતલબ કા પ્યારા રિશ્તા હો કોઇ
યે તો આશા કી લહર હૈ, યે તો ઉમ્મીદ કી સહર હૈ, ખુશીયોં કી નહર હૈ
ખો ના જાયેં યે તારેં ઝમીં પર
દેખો રાતોં કે સીને પે યે તો ઝિલમિલ કિસી લૌ સે ઉગે હૈ
યે તો અંબિયોં કી ખુશ્બુ હૈ
બાગોં સે બહ ચલે જૈસે કાંચ મેં ચૂડી કે ટૂકડે, જૈસે ખિલે ખિલે ફૂલોં કે મુખડે
જૈસે બંસી કોઇ બજાયે પેડો કે તલે
યે તો ઝોકે હે પવન કે, હૈ યે ઘુંઘરુ જીવન કે યે તો સુર હૈ ચમન કે
ખો ના જાયેં યે તારેં જમીં પર
મુહલ્લે કી રૌનક ગલિયાં હૈ જૈસે, ખિલને કી જિદ પર કલિયાં હૈ જેસે
મુઠ્ઠી મેં મૌસમ કી જૈસે, હવાયેં, યે હૈ બુઝુર્ગો કે દિલ કી દુવાએં
ખો ના જાયેં યે તારેં જમીં પર
કભી બાતેં જૈસે દાદી નાની, કભી ચલે જૈસે મમ મમ પાની
કભી બન જાયે ભોલે સવાલોં કી ઝડી
સન્નાટે મેં હંસી કે જૈસે, સૂને હોઠોં પે ખુશી કે જૈસે
યે તો નુર હૈ બરસે ગર તેરી કિસ્મત હો બડી
જૈસે ઝીલ મેં લહરાયે ચંદા, જૈસે ભીડ મેં અપને કા કંધા
જૈસે મનમૌજી નદિયા, ઝાગ ઉડાયે કુછ કહે
જૈસે બૈઠે બૈઠે મીઠી સી ઝપકી, જૈસે પ્યાર કી ધીમીસી થપકી
જૈસે કાનૌમે સરગમ હરદમ બજતી હી રહે
જૈસે બરખા ઉડાતી હૈ નિંદિયાં

ગીતકાર: પ્રસૂન જોશી, સ્વર: શંકર મહાદેવન, ડોમેનિક સેરેજો, વિવિયન પોચા, સંગીત: શંકર, અહેસાન, લોય ફિલ્મ: તારે ઝમીં પર, દિગ્દર્શન: આમીરખાન, વર્ષ: ૨૦૦૭, કળાકારો: દર્શીલ સફારી, આમીરખાન, તનય છેડા, સચેત એન્જિનીયર, ટિસ્કા ચોપરા, વિપીન શર્મા, ગિરિજા ઓક, એમ.કે. રૈના, સોનાલી સચદેવ, લલિતા લાજમી, અભિષેક બચ્ચન

આપણી ફિલ્મોમાં બાળકો માટેના ઘણા ગીતો છે. ‘બચ્ચે મન કે સચ્ચે’, ‘નાની તેરી મોરનીકો મોર લે ગયે’, ‘ચંદા હે તુ મેરા સુરજ હે તુ’ વગેરે…. આ ગીતોનાં સા જૂદું. ‘તું મેરે સાથ રહેગા મુન્ના’ છે જે માનો તેના પુત્ર સાથેનો મનસંવાદ છે. એ રીતે આ ગીતના કેન્દ્રમાં પણ બાળક છે પણ આ બાળકનું હોવું આપણા માટે શું છે તેનું આલેખન છે. બાળક અથવા કહો કે આપણું સંતાન કેવા કેવા જગતને ઉઘાડી આપે છે ને અનુભૂતિના અજાણ ક્ષેત્રને ઉઘાડી આપે છે તે અહીં લાગણી, સંવેદના અને કલ્પના વડે કહેવાયું છે. સીધા સંબોધનથી આ કહેવાય છે, ‘દેખો ઇન્હેં યે ઓસ કી બુંદે, પત્તો કી ગોદ મેં આસમાં સે કૂદે, અંગડાઇ લે ફિર કરવટ બદલ કર, નાજૂક સે મોતી હંસ દે ફિસલ કર, ખો ના જાયેં યે તારે જમીં પર….’ ‘એને જુઓ એ ઝાકળ બિંદુ છે જે પાંદડાઓના ખોળે આકાશમાંથી કૂદયાછે.

બિંદુ તરીકે કુદે પછી તેઓ આળસ મરડે, અંગમુદ્રા બદલે ને કોમળ મોતી બની નીચે સરકતા હસી પડે. જો જો આ તારાઓ જમીન પર ખોવાય ન જાય. બાળક તો કુદરતે આપેલી દેણ છે જે માના (સ્ત્રીના) ગર્ભમાં ઝીલાય છે ને પછી આળસ મરડી મોતી બનીને પૃથ્વી પર તારાની જેમ સરકે છે. આકાશના તારા જમીનના થાય છે, એટલે જરા જોજો કે તે ખોવાય ન જાય. પ્રસૂન જોશી જે કલ્પનાથી બાળકના જન્મને આલેખે છે તેમાં એક જિકર છે કે તમારે તેને સાચવવાના છે. આકાશથી તે ઊતર્યા છે ને ત્યાંથી તે જમીન પર સરકે છે.

મોતી બનતાંની સાથે જ તે રમતિયાળ બની જાય છે. તેમને તમે રમવા દેજો. ખોવાય ન જાય તેની દરકાર કરજો. આ બાળક શું છે? કેવા છે? ‘યે તો સર્દી મેં ધૂબ કી કિરણેં, ઉતરેં જો આંગન મેં સૂનહરા સા કર દે / મન કે અંધેરો કો રોશન સા કર દે, ઠીઠુરતી હઠેલીકી રંગત બદલ દે / ખો ના જાયે યે તારેં જમી પર….’ એ તો શિયાળાની ઋતુમાં હૂંફ આપતા તડકો છે. સૂર્યના કિરણો છે. એ કિરણો જો આંગણામાં ઊતરે તો આંગણને સોનેરી કરી દે અને મનના અંધારામાં અજવાળા કરી દે. વૃધ્ધની કરચલીવાળી હઠેળીની રંગત બદલી નાંખે. બાળક નવજીવન છે અને બધામાં તે નવજીવન ભરે છે. હૂંફ આપે કારણકે તે આપણી આવતીકાલ રચે છે, નવી આશાયેશ ભરે છે. મનનું અંધારુ અજવાળામાં ફેરવાય જાય. આ બાળક એવા છે, જમીન પર ઊતરેલા તારા છે તો કાળજી રાખજો કે તે કયાં આ જમીન પર ખોવાય ન જાય.

આ બાળક શું છે તેની આપણે ઓળખવા મથ્યા જ નથી. એ કેવા છે? ‘જૈસે આંખો કી ડિબીયાં મેં નિંદીયા, ઔર નિંદીયા મેં મીઠા સા સપના / ઔર સપને મેં મિલ જાયે ફરિશ્તા સા કોઇ / જૈસે રંગો ભરી પિચકારી, જૈસે તિતલિયાં ફૂલોં કી કયારી / જૈસે બિના મતલબ કા પ્યારા રિશ્તા હો કોઇ….’ આમાં છે ચાર પંકિત પણ તે એક જ કલ્પનાનો વિસ્તાર છે એટલે આખ એક પંકિત છે. જેમ કે આંખોની ડબ્બીમાં ઊંઘ, અને એ ઊંઘમાં મધુરુ શુ એક સપનુ, અને એ સપનામાં મળી જાય કોઇ ફરિશ્તા જેવું, જાણે રંગો ભરેલી પિચકારી, જાણે ફૂલોની કયારી ભરેલા પતંગિયા, જાણે કોઇ મતલબ વિનાનો એક પ્રેમાળ સંબંધ. આ છે તો કલ્પના પણ તેથી જ એ બાળક પરીઓ જેવા છે.

તમારામાં જે એક અજાણ અદ્‌ભૂત જગત ખોલે છે. એ બાળક અનંત શકયતાઓ લઇને આવ્યું છે, જે આમ તો ઊંઘમાં આવેલા શમણામાં ફરિશ્તા સમું મળી ગયું હોય એવા છે. એ રંગો ભરેલી પિચકારી છે. જયાં સુધી પિચકારી ઉઘડે નહીં, ખૂલે નહીં ત્યાં સુધી તેના રંગો આપણને રંગીન કરે પણ નહીં…. આ બધી તરલ કલ્પનાઓ છે અને એ જ તો છે બાળક. ને તેની સાથેનો સંબંધ કોઇ સ્પષ્ટ અર્થથી ભરેલો નથી અને છતાં એ સંબંધ બહુ વહાલો લાગે છે.

પ્રસૂન જોશી જાણે ફૂલોના કોમળ પાંદડા પર નિબંધ લખવાના હતા પણ કવિતા લખાય ગઇ એટલે આગળ વધે છે, ‘યે તો આશા કી લહર હૈ, યે તો ઉમ્મીદ કી સહર હૈ, ખુશીયોં કી નહર હૈ, ખો ના જાયે યે તારેં જમીં પર….’ એ બાળકો તો આશાની લહેર છે, ઇચ્છાઓની સવાર છે, ખુશીઓની નહેરછે…. જો જો કયાંક આ તારા જમીન પર ખોવાય ન જાય.
આખું ગીત પહાડી હવામાં કોઇ પંખી ઉડાન ભરતું હોય એમ આગળ વધતું રહે છે, ‘દેખો રાતોં કે સીને પે યે તો ઝિલમિલ કિસી લૌ સે ઉગે હૈ / યે તો અંખિયોં કી ખુશ્બુહૈ / બાગોં સે બહ ચલે / જૈસે કાંચ મેં ચૂડી કે ટૂકડે, જૈસે ખિલે ખિલે ફૂલોં કે મુખડે / જૈસી બંસી કોઇ બજાયે પેડોં કે તલે / યે તો ઝોંકે હે પવન કે, હૈયે ઘુંઘરુ જીવન કે, યે તો સૂર હૈ ચમન કે….’ પ્રલંબ લયમાં આ બધું કહેવાયું છે અને તે એવી કલ્પનાઓ વડે કહેવાય છે કે બાળક માત્ર પૃથ્વીના નથી રહેતા, પ્રકૃતિના સંતાન બની જાય છે. એટલે કહે છે કે જુઓ એ તો રાતની છાતી પર ઝિલમિલ થતા જયોત જેવા ઉગ્યા છે.

એ તો કાચા આંબાની ખુશ્બૂ સમા છે જે બાગમાંથી વહી રહી છે, ફેલાઇ રહી છે. એ તો કાચમાં (એટલે કે કેલિડોસ્કોપમાં) કાચના ટૂકડા સમા છે, જાણે હમણાં હમણાં જ ખીલ્યા હોય એવા ફૂલોના મુખડા સમા છે…. જાણે એવું લાગે કે વૃક્ષ નીચે કોઇ વાંસળી વગાડે છે. એટલે કે કદંબ તળે કૃષ્ણ સમા છે…. એ પવનના ઝોકા સમા છે, એ જીવનના ઘુંઘરુ સમા છે (જે ચાલો તો રણકે છે) એ તો આ પૃથ્વીના સૂર સમા છે…. ને એટલે કહેવાનું કે જો જે આ તમારા જમીન પર ખોવાય ન જાય. ગીત લાંબુ છે કારણકે ફિલ્મનું તે થીમસોન્ગ છે.

થોડી પંકિતથી કહેવાનું પૂરું ન થઇ શકે. બાળકને ગીતકાર સમગ્ર વાતાવરણ સાથે જોડે છે. તેનાથી ઘર જ નહીં આંગણ, ગલી પણ ચમકી ઊઠે, ‘મુહલ્લે કી રૌનક ગલિયાં હૈ જૈસે, ખીલને કી જિદ પર કલિયાં હૈ જૈસે, મુઠ્ઠી મેં મૌસમ કી જૈસે હવાયેં, યે બુઝૂર્ગો કે દિલ કી દુવાએ….. ખો ના જાયે યે તારેં જમીં પર….’ મહોલ્લાની ગલીઓની રોનક જેવા છે તે, ને ખીલવાની જિદ લઇ બેઠેલી કળીઓ જેવા છે, મુઠ્ઠીમાં કોઇ ઋતુની હવા જેવા છે અને તેઓ તો વડીલોનાં હૃદયની દુઆ જેવા, પ્રાર્થના જેવા છે. કળીમાંથી ફૂલ થવું તે કળીની જીદ જેવું જ હોય છે.

તેમાં તમારે કાંઇ કરવું ન પડે. નૈસર્ગિક રીતે જ ખીલે. આપણા વડીલો જે શાશ્વતી ઝંખે છે તે સંતાનોમાં જ ઝંખે છે, એટલે તેમની હૃદયની દુવાઓ સમા છે. આ બાળકોનીવાત કયારેક દાદી અને નાનીઓ સમી હોય, અજાણ ડહાપણ ભરેલી હોય ને જેમાં વાર્તાતત્વ સમું હોય, કયારેક તેઓ મમ મમ પાણી જેવા ચાલતા હોય, કયારેક ભોળા સવાલોની ઝડી બની જાય. સવાલ ભોળપણથી આવ્યા હોય પણ તેમાં ખૂબ કુતુહલ હોય એટલે એક પછી બીજા સવાલોની ઝડી વરસે…. એ બાળકો સન્નાટામાં, સૂનકારમાં હાસ્ય સમા છે, સૂના હોઠો પર આનંદ જેવા છે અને એ તો નૂર છે, તેજ છે…. જો તમારું મોટું નસીબ હોય તો. પ્રસૂન્ન જોશી જાણે અટકવા જ નથી માંગતા કારણ આ બાળક શું છે તે કહેવાનું છે, ને તે કહેવું પૂરું કેમ ન કરવું?

પણ આખરી અંતરામાં કહે છે, એ તો કોઇ સરોવરમાં ચન્દ્ર લહેરાતો હોય એવા છે, ભીડ વચ્ચે કોઇ પોતીકું આપણને ખભો આપે, આધાર આપે એવા છે, એ તો મનમોજી, પોતાના જળલયમાં વહેતી નદી જે ફીણ ઉડાવે, જે પરપોટાઓ ખીલવે એવા છે, એ તો તમે બેઠા હો ને એક મીઠી ઝપકી આવી જાય એવા છે, જાણે પ્રેમની થપકી જેવા છે, જાણે કાનમાં સતત, દરેક શ્વાસે સરગમ બજતી જ રહેતી હોય એવા છે…. ને વરસાદ આવીને ઊંઘ ઉડાવે તેવા છે… બાળક જાણે પ્રકૃતિનાં જ અનેક રૂપો લઇ આપણા જીવનમાં આવે છે. એની આ તરલતામાં તરન્નુમ સાંભળી શકો. આ ગીતનું સ્વરાંકન એટલું સરળ નથી. અહીં દરેક ખંડ જુદા અર્થથી ગવાયો છે અને તેમાં જાણે એક લાંબી વાર્તાનો ભાવ છે. શંકર – અહસાન – લોયે આ ધૂન એવી રીતે બાંધી છે કે વાર્તા પણ રહે ને ગીત પણ બને. તે શંકર મહાદેવનના મુખ્ય સ્વરમાં ગવાયું છે પણ બીજા બે ગાયકો વડે તે વધુ સભર બને છે. બાળકોને વારતા સાંભળવી બહુ ગમે અને અહીં બાળકો વિશેની વારતા જાણે વડીલોને સંભળાવવામાં આવી છે. ધ્રુવ પંડિત તો એ જ છે કે જો જો આ તારા જમીન પર ન ખોવાય જાય!

Most Popular

To Top