Vadodara

વારસીયામાં ગાયો દોહીને શ્વાનોને દૂધ પીવડાવી વિરોધ વ્યક્ત કરાયો

વડોદરા: માલધારી સમાજ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. તેમાં એક નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હવે સરકારે પણ આજ રોજ ઢોર નિયંત્રણ કાયદાને પરત લેવા માટે માલધારી સમાજે પણ પોતાનો વેપાર નહી કરી એટલે કે દૂધનું વેચાણ બંધ કરી સરકાર સામે વિરોધના બાંગ પોકારીયા છે. ત્યારે માલધારી સમાજ દ્વારા આજ રોજ વડોદરામાં પણ આંદોલન ચલાવ્યું છે જેમાં આખા ગુજરાતમાં દૂધ હડતાળની અસર વડોદરામાં પણ જોવા મળી રહી છે. વડોદરાના માલધારીઓએ આજે ગાયને દોહીને કુતરાઓને દૂધ પીવડાવી દીધું હતું. તેમને વધુમાં જણાવ્યું હતું કે દૂધ ઢોળી દેવું તેના કરતા શ્રાદ્ધ પક્ષમાં શહેરમાં રખડતા કુતરાઓને દૂધ પિવડાવવુ તે સારું છે તેમ કહી માલધારી સમાજે વિરોધ વ્યક્ત કર્યો હતો.

હડતાલના પગલે વારસીયા વિસ્તારમાં ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારીઓ દ્વારા આજે છૂટક દૂધ વેચાણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યા હતા અને વેચાણ કેન્દ્રો ઉપરનો દૂધનો જથ્થો વિસ્તારમાં રખડતા કૂતરાઓને પીવડાવામાં આવ્યો હતો. જયારે આજે વહેલી સવારથી જ આમતેમ રખડી પેટ ભરતા કૂતરાઓને વારસીયા વિસ્તારમાં સવારના સમયમાં જ દૂધ મળી ગયું હતું. જયારે માલધારીઓ દ્વારા કૂતરાઓને દૂધ પીવડાવવાની શરૂઆત કરતા વિસ્તારના તમામ રખડતા કૂતરાઓ એકઠા થઇ ગયા હતા. માલધારીઓએ પોતાના છૂટક દૂધ વેચાણ કેન્દ્રઓ ઉપર વેચાણ માટે આવેલું દૂધ વિસ્તારના રખડતા કૂતરાઓને પીવડાવી દઈને કરેલા વિરોધે વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં જે માલધારીઓ દ્વારા ઘરે-ઘરે જઇ દૂધ પહોંચાડે છે.

તેઓએ આજે દૂધ ન પહોંચાડતા ઘરના લોકોને સવારે દૂધ લેવા માટે બરોડા ડેરીના દૂધ કેન્દ્રો ઉપર જવાની ફરજ પડી હતી. પરિણામે બરોડા ડેરીના કેન્દ્રો ઉપર ગ્રાહકોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં શહેરમાં બરોડા ડેરીના પાર્લર બંધ જોવા મળી રહ્યા છે. વડોદરામાં માલધારીઓ દ્વારા દૂધ હડતાળને પગલે ખોડિયાનગર, સયાજીપુરા, આજવા રોડ વિસ્તારમાં બરોડા ડેરીના કેટલાક વિક્રેતાઓએ આજે તેમની દુકાનો ખોલી ન હતી, તો જ્યાં પાર્લર ખુલ્લુ હતું ત્યાં દૂધ વેચાઇ જતાં લોકોએ નિરાશ થઇ પરત ફરવું પડ્યું હતું. મહત્વનું છે કે, રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરી તો કડકાઇથી ચાલતી હતી.હવે શહેરના ઢોર ડબ્બા પાર્ટી દ્વારા ઢોરવાડામાં બાંધેલા ઢોરને પકડી જવાની શરૂઆત કરાઈ છે, જેથી માલધારી સમાજ એક થઈ ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા હવે આજે સમગ્ર રાજ્યમાં દૂધ વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

Most Popular

To Top