Vadodara

ગૌ માતાની જીત : અકોટા સ્થિત ગાય સર્કલ પર દૂધનો અભિષેક

વડોદરા: આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર ચાલુ જ થતા માલધારી સમાજની જીત થઈ. ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે પરત ખેંચતા માલધારી સમાજના ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે બિલ પરત ખેંચવા માટે અનુમતિ આપી હતી. જેને લઈને આજ રોજ વડોદરા શહેરના માલધારી સમાજના દ્વારા અકોટા પાસે આવેલ ગાય સર્કલ પર ગાય માતાનો અભિષેક કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની આજથી શરૂ થયેલ બે દિવસીય સત્રમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુમાં મળતી માહિતી મુજબ કોઈપણ મહાનગર પાલિકામાં કોઇને પણ તકલીફના પડે તે માટે આ નિર્ણય લેવામા આવ્યો હતો. અને તમામ રીતે ઢોર નિયંત્રણ કાયદો સર્વાનુમતે પાછો ખેંચતા આજરોજ વડોદરા શહેરના માલધારી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જેમાં આજ રોજ માલધારી સમાજ શહેરના અકોટા ખાતે આવેલ ગાય સર્કલ પાસે આવેલ ગાય માતાના સ્ટેચ્યુને અભિષેક કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને વધુમાં જણાવ્યું હતું કે જયારે સરકારે ઢોર નિયંત્રણ બીલ સર્વાનુમાટે પરત ખેચાતા આ ગાય માતાની જીત છે જેને લઈને આમે આજ રોજ અકોટા સ્થિત ગાય ંમાતાના સર્કલ પર આવીને ગાય માતાના સ્ટેચ્યુને અભિષેક કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top