Charotar

સ્ટોક માર્કેટમાં ઉંચુ વળતર આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગનો સાગરીત પકડાયો

આણંદ સાયબર ક્રાઇમ પોલીસે 64 લાખની છેતરપિંડીમાં આંતરરાજ્ય ગેંગને પકડી પાડી

ભૂતિયા કંપની ઉભી કરી બનાવટી ઉદ્યમ સર્ટીફિકેટ મેળવી તેના નામે બેન્ક ખાતાઓ ખોલાવી ઠગાઇ કરતાં હતાં

(પ્રતિનિધિ) આણંદ તા.10

આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ભૂતિયા કંપની ઉભી કરી બનાવટી ઉદ્યમ સર્ટીફિકેટ મેળવી તેના નામે બેન્ક ખાતાઓ ખોલાવી સાયબર ફ્રોડને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગના સાગરીતને અમદાવાદથી પકડી પાડ્યો છે. આ ગેંગ છ રાજ્યમાં વોન્ટેડ છે અને આણંદમાં 64 લાખની છેતરપિંડી કરી હતી.

આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે 64 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં લીંક મારફત અને એપ્લીકેશન દ્વારા સ્ટોક માર્કેટમાં ટ્રેડીંગ કરી ઉંચુ વળતર મેળવવાની લાલચ આપી ઠગાઇ કરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં જરૂરી ટેકનીકલ માર્ગદર્શન પુરૂ પાડી આરોપીઓના બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટ, ઇ-વોલેટના સ્ટેટમેન્ટ અને મોબાઇલ નંબરના સીડીઆરનું જીણવટભર્યું એનાલીસીસ કરી તેમના નામ – સરનામા તથા મોબાઇલ લોકેશનનો ડેટાબેઝ તૈયાર કર્યો હતો. જેમાં મેઘાણીનગરમાં આ ગેંગ કાર્યરત હોવાનું જણાયું હતું. આથી, સ્થાનિક પોલીસને સાથે રાખી સ્ટોક માર્કેટમાં રોકાણ કરી ઉંચુ વળતર આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ છેતરપિંડી કરનાર અને ભૂતિયા કંપનીઓના નામે બેન્ક ખાતાઓ ખોલાવી ઠગાઇ કરી ગેંગ ગુજરાત સિવાય અન્ય છ રાજ્યોમાં વોન્ટેડ હોવાનું ખુલ્યું હતું. આ આંતરરાજ્ય ગેંગનો સાગરીત દીલીપસિંહ ઉર્ફે હેપ્પી બજુરસિંહ ચૌહાણ (ઉ.વ.30), રહે. મેઘાણીનગર)ને પકડી પાડ્યો હતો. આ શખ્સો સામે કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલાંગણા, ગુજરાત સહિતના રાજ્યમાં ગુના નોંધાયાં છે.

Most Popular

To Top