Vadodara

આ શું બોલી ગયા નેતાજી? એક તરફ ટિકિટ માગી તો બીજી તરફ ડરપોક કહી દીધા

  • મધુ શ્રીવાસ્તવે કહ્યું કોંગ્રેસને બીક લાગે છે કે  જીત્યા પછી તેઓ ગાંઠશે કે નહિ
  • પૂર્વ ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો

ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને ચૂંટણી આવે  એટલે કેટલાય નેતાજીઓની જીભ લપસતી હોય છે. કેટલાય નેતાઓ બફાટ કરી દે છે. આવો જ બફાટ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કર્યો છે. એક તરફ કોંગ્રેસ પાસે ટિકિટની આશા લગાવીને બેઠા છે તો બીજી તરફ તેઓએ કોંગ્રેસને જ ડરપોક કહી દીધી. તેઓએ કહ્યું કે કોંગ્રેસને બીક લાગે છે કે મધુ શ્રીવાસ્તવ જીતશે તો તેઓ ભાજપાને નથી ગાંઠ્યા તો કોંગ્રેસને કેવી રીતે ગાંઠશે?

વાઘોડિયા બેઠક ઉપરથી 6  ટર્મ જીતનાર અને ગત ટર્મમાં હરનાર મધુ શ્રીવાસ્તવ પેટા  ચૂંટણીમાં લાડવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. તેઓ  મંગળવારના રોજ  કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પણ મળ્યા હતા. જો કે એક તરફ કોંગ્રેસ તેઓને લડાવવા માટે વિચારણા કરી રહી છે તો બીજી તરફ તેઓએ બફાટ કરી દીધો છે. તેઓનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ  જણાવી રહ્યા છે કે કોંગ્રેસને બીક લાગે છે કે જીત્યા પછી મધુ શ્રીવાસ્તવ ભાજપાને નથી ગાંઠ્યા તો કોંગ્રેસને કેવી રીતે ગાંઠશે? આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. અને સોશયલ મીડિયામાં તેઓનો બફાટ હાસ્યાસ્પદ બન્યો છે.

Most Popular

To Top