Kalol

વરવાળા ગામે સગીરાની આત્મહત્યા: કાલોલ પોલીસે તપાસ શરૂ કરી

કાલોલ, તા. 24/04/2026
કાલોલ તાલુકાના વરવાળા ગામના ગમીરપુરા વિસ્તારમાં એક સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવ અંગે કાલોલ પોલીસે એડી નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વરવાળા ગામના મહેન્દ્રભાઈ રયજીભાઈ બારીયાએ કાલોલ પોલીસ મથકે આપેલી અરજીના આધારે જાણવા મળ્યું હતું કે ગમીરપુરા વિસ્તારમાં રહેતા રંગીતભાઈ રમણભાઈ બારીયાના ખેતરમાં આવેલી ઓરડીમાં 16 વર્ષ 11 માસ અને 4 દિવસની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર એંગલ સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ બનાવ અંગે કાલોલ પોલીસ મથકે જાહેરાતના આધારે બીએનએસ કલમ 194 મુજબ એડી નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા બનાવના કારણોની વધુ તપાસ ચાલુ છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top