SURAT

લિંબાયતમાં મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને માર મરાયો

સુરતઃ (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં પાર્કિંગની (Parking) જગ્યા પર કબજો કરનારા ત્રણ અજાણ્યાઓએ ઝોનમાં ફરજ બજાવતા સુરત મહાનગર પાલિકાના (SMC) આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર કેતન પટેલ અને ટેકનિકલ આસિસ્ટન્ટ પરેશ પ્રજાપતિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા લિંબાયત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • કોન્ટ્રાક્ટ પર આપેલી પાર્કિંગની જગ્યા પર અસામાજિક તત્વોનો કબ્જો હતો
  • તેમને જઈને પુછતા ગાળો આપી માર મારી પોલીસને જાન કરી હત્યાની ધમકી આપી
  • ગાળો આપવાની ના પાડતા ત્રણ જણાએ મળીને કેતન પટેલ અને પરેશ પ્રજાપતિને માર માર્યો હતો
  • બંનેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા

ભીમરાડ ખાતે આગમ હાઈટ્સમાં રહેતા કેતન કીશનભાઈ પટેલ (ઉ.વ.૩૪) સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોનમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે નોકરી કરે છે. તેઓ ગત 7 જાન્યુઆરીએ સાંજે લિંબાયત રમાબાઈ ચોક ખાતે એસ.એમ.સી. પે એન્ડ પાર્કિંગમાં ગયા હતા. ત્યાં આ જગ્યા કોન્ટ્રાક્ટર મીનાબેન પટેલને આપવામાં આવી છે. તેમને ફોન કરીને કેતન પટેલને જગ્યા જોવા બોલાવ્યા હતાં. જેથી સાંજે સાડા ચાર વાગે કેતનભાઈ તથા ટેકનિકલ આસિસ્ટન્ટ પરેશ પ્રજાપતિ સાથે ત્યાં ગયા હતા.

મીનાબેને જણાવ્યું હતું કે, આ જગ્યા પર પહેલાથી કોઈ વ્યક્તિ પાર્કિંગના પૈસા લે છે. સ્થળ પર ત્રણ અજાણ્યાઓ સાથે વાત કરતા તેમને ફોન ઉપર કોઈક સાથે વાત કરાવી હતી. ફોન પર વાત કરતા અજાણ્યા વ્યક્તિએ કેતન પટેલને તુમ યહા સે ચલે જાઓ વરના માર ખાઓગે તેવી ધમકી આપી હતી. ત્યાં ઉભેલા અજાણ્યાઓએ પણ ગાળો આપી યહાં સે નીકલ જાઓ તેવી ધમકી આપી હતી. ગાળો આપવાની ના પાડી તો ત્રણેય જણાએ મળીને કેતન પટેલ અને પરેશ પ્રજાપતિને માર માર્યો હતો. કેતનભાઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા તેમનો કોલર પકડી જો પોલીસ કેશ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બંનેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં રઝાક સહિત બે અજાણ્યાઓ તથા ફોન ઉપર ધમકી આપનાર એક અજાણ્યાની સામે ફરિયાદ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top