Sports

દીશા ડાયનેમિક ટેબલ ટેનિસ અકેડમીના ખેલાડીઓનું પુણે માસ્ટર નેશનલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન

વડોદરા: પુણે ખાતે 24 થી 28 એપ્રિલ દરમિયાન યોજાયેલી માસ્ટર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં દીશા ડાયનેમિક ટેબલ ટેનિસ અકેડમીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અકેડમીનું ગૌરવ વધાર્યું છે.

એલ.વી. ઠાકરે એ પોતાના કારકિર્દીનો પ્રથમ “ડબલ ક્રાઉન” હાંસલ કર્યો, જેમાં તેમણે 60 plus ma સિંગલ્સ અને ડબલ્સ બંને સ્પર્ધાઓમાં ખિતાબ જીત્યા.
સેમિફાઈનલમાં ઠાકરે એ મહારાષ્ટ્રના ત્રીજા સીડ માર્કડ પુરુષોત્તમને 3-1 થી હરાવ્યા હતા, જ્યારે ફાઈનલમાં વિવેક અલવાની સામે 3-0 થી પ્રભાવશાળી જીત મેળવી.

પુરુષ ડબલ્સ 60 પ્લસ કેટેગરીમાં દીશા અકેડમીના શૈલેશ ગોસાઈ અને એલ.વી. ઠાકરે એ પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો.
તેમણે ટૂર્નામેન્ટના ટોપ સીડ અભિર બાસાક અને દેબાશિશ સાહાને કડક મુકાબલામાં 3-2 થી હરાવ્યા.
સેમિફાઈનલમાં આંધ્ર પ્રદેશની જોડી કોક્કુ જયરામ અને એમ. અબ્બાસ સામે 3-1 થી જીત મેળવી હતી.
ફાઈનલમાં ગુજરાતની જોડી એ મહારાષ્ટ્રની ઓડ રબર્સ ટીમ — સુરેન્દ્રચંદ્ર ગુપ્તા અને શ્રીપત જૈન — ને 3-1 થી હરાવી શાનદાર વિજય નોંધાવ્યો.

દીશા ડાયનેમિક ટેબલ ટેનિસ અકેડમી માટે આ સિદ્ધિ ગૌરવપૂર્ણ છે અને ખેલાડીઓના સતત મહેનત અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.

Most Popular

To Top