Vadodara

આણંદ જીલ્લામાં SSCનુ પરિણામ ૮૨.૨૯ ટકા, ૮૩૦ વિદ્યાર્થીઓએ A વન ગ્રેડ મેળવ્યો

પ્રતિનિધિ આણંદ તા 6

આણંદના જુદા જુદા 40 જેટલા પરીક્ષા કેન્દ્રો પરથી પરિક્ષા આપનારા કુલ 28511 વિધાર્થીઓ પૈકી 23140 વિધાર્થીઓ ધોરણ 10ની પરીક્ષામાં ઉત્તીર્ણ


ગત બે વર્ષની તુલનામાં જીલ્લાનું ઉંચુ પરિણામ, 2024 માં 74.63 ટકા , વર્ષ 2025મા 80.17 ટકા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે સવારે આઠ વાગ્યે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લામાં પરિણામ પરિણામ બાબતે વિધાર્થીઓ અને વાલીઓ વહેલી સવારથી જ ખુબ ઉત્સુકતા અનુભવતા હતા. બોર્ડની અધિકૃત વેબસાઇટ દ્વારા આણંદ જીલ્લા સહિત તમામ જીલ્લાઓના વિધાર્થીઓનુ પરિણામ જાહેર કરાતાં ઉત્તીર્ણ થયેલા તમામ વિધાર્થીઓને પરીવારજનો સહિત દુર દુરના સગાંસંબંધીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પરીણામ સંદર્ભમાં જિલ્લાભરમાં ઘરે બેઠાં બેઠાં જ વિદ્યાર્થીઓ વાલીઓ એ પરિણામની જાણકારી મેળવી લીધી હતી.
આણંદ જિલ્લામાં પરિણામ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વર્તમાન વર્ષમાં આણંદ જિલ્લામાં 82.29 ટકા પરિણામ આવેલ છે. આણંદના જુદા જુદા 40 જેટલા પરીક્ષા કેન્દ્રો પરથી કુલ 28511 વિધાર્થીઓએ પરીક્ષા આપેલ હતી.‌ તે પૈકી 23140 વિધાર્થીઓ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.
ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ પૈકી 830 વિધાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે એ ટુ ગ્રેડમાં 2439, બી વન 3922, બી ટુ 5352, સી વન 6031, સી ટુ 4050 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. શાળાઓનીી માહિતી અનુસાર કુલ મહત્તમ 100 ટકા પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યા 34 છે. જે ગત વર્ષની સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 29થી વધુ આગળ 5 શાળાની સંખ્યાનો વધારો થયો છે.

Most Popular

To Top