Entertainment

પ્રિન્સ નરુલાના રેસ્ટોરન્ટની ઓપનિંગ પાર્ટીમાં બિગ બોસ ફેમ બસીર અલીએ કરી કેમેરામેન સાથે મારપીટ

‘બિગ બોસ 19’ ફેમ બસીર અલીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક કેમેરામેન સાથે હાથાપાઈ કરતો જોવા મળે છે. આ ઘટના પ્રિન્સ નરુલાના રેસ્ટોરન્ટની ઓપનિંગ પાર્ટીની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યાં અનેક જાણીતા ટીવી સેલેબ્સ હાજર હતા. માહિતી અનુસાર, પાર્ટી દરમિયાન એક કેમેરામેન દ્વારા એક્ટ્રેસિસ સૌંદર્યા શેટ્ટી અને કિયારા પર વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ બાબત જ્યારે સૌંદર્યાએ બસીર અલીને જણાવી, ત્યારે બસીર તેના સપોર્ટમાં ઊભો રહ્યો અને તેને બહાર લઈ જવા લાગ્યો. જોકે, આ દરમિયાન પણ કેમેરામેનનું વર્તન સુધર્યું નહીં અને તેણે ફરી ગેરવર્તણૂક કરી.

પાર્ટી પૂરી થયા પછી જ્યારે બસીર અલી પોતાની કાર તરફ જઈ રહ્યો હતો, ત્યારે કેમેરામેન દ્વારા ફરી ગાળો આપવામાં આવી. આથી ગુસ્સે ભરાયેલા બસીર અલી પોતાનો કાબૂ ગુમાવી બેઠા અને કેમેરામેન પર હુમલો કર્યો. વાયરલ વીડિયોમાં તે કેમેરામેનને થપ્પડ મારતા અને ઢસડતા દેખાય છે. જવાબમાં કેમેરામેને પણ બસીર પર બોટલ ફેંકી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી ગઈ. ત્યાં હાજર લોકો અને સેલેબ્સે વચ્ચે પડીને બંનેને અલગ કર્યા. થોડા સમય બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને મામલો શાંત કર્યો. વિડિયોમાં પ્રિન્સ નરુલા અને શિવ ઠાકરે પણ નજરે પડે છે, જે થોડે દૂર ઊભા રહીને સમગ્ર ઘટના જોતા જોવા મળે છે. બસીર અલી અગાઉ પણ ‘બિગ બોસ 19’ દરમિયાન પોતાના એગ્રેસિવ વર્તન અને વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો હતો. તે પહેલા ‘રોડીઝ’ અને ‘સ્પ્લિટ્સવિલા’ જેવા રિયાલિટી શોઝ જીતીને લોકપ્રિય બન્યો હતો.

Most Popular

To Top