India

વિજયની જીત પાછળ લેડી લક? ત્રિશાના બર્થડે પર વિજયની મોટી જીત

તામિલનાડુની રાજનીતિમાં અભિનેતા થલાપતિ વિજયનો પ્રવેશ હવે મોટા વિજયમાં બદલાયો છે. તેમની પાર્ટી ટીવીકે (TVK) વિધાનસભા ચૂંટણીમાં 100થી વધુ બેઠકો પર લીડમાં જીતી છે, જેના કારણે વિજય મુખ્યમંત્રી બનશે. આ જીત બાદ વિજય માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. આ જીત સાથે અભિનેત્રી ત્રિશા કૃષ્ણનનું નામ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આજે ત્રિશાનો જન્મદિવસ છે અને રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા છે કે વિજય માટે તે “લેડી લક” સાબિત થઈ છે. માહિતી મુજબ, ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં ત્રિશા તિરુમાલા મંદિરમાં ગઈ હતી, જ્યાં તેણે પ્રાર્થના કરી. ત્યારબાદ તે સીધી વિજયના ઘરે પહોંચી હોવાનું કહેવામાં આવે છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચાઓને વધુ તેજ બનાવી દીધી છે.

51 વર્ષીય વિજય તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર તરીકે ઓળખાય છે, જ્યારે ત્રિશા કૃષ્ણન દક્ષિણ ભારતની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. બંનેએ સાથે મળીને ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમ કે ‘ઘિલ્લી’, ‘કુરુવી’ અને તાજેતરની સુપરહિટ ફિલ્મ ‘લિયો’. આ ફિલ્મો દરમિયાન બંને વચ્ચેની કેમિસ્ટ્રીને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી. બીજી તરફ, વિજયની પર્સનલ લાઈફમાં પણ મોટો બદલાવ આવ્યો છે. તેઓ પોતાની પત્ની સંગીતા સોર્નાલિંગમ સાથે લાંબા સમયથી અલગ રહ્યા બાદ હવે છૂટાછેડા લઈ ચૂક્યા હોવાનું કહેવામાં આવે છે. 1999માં લગ્ન કરનાર આ કપલને બે સંતાનો છે. અહેવાલો મુજબ, સંગીતાએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં વિજય પર લગ્નેત્તર સંબંધોના આરોપો લગાવ્યા હતા, જોકે તેણે કોઈ ખાસ નામ જાહેર કર્યું નહોતું.

છૂટાછેડા બાદ વિજય અને ત્રિશા એક સાથે જાહેરમાં જોવા મળતા હોવાના કારણે લોકોમાં વધુ અટકળો વધી છે. ઘણા લોકો માને છે કે બંને હવે પોતાના સંબંધોને ખુલ્લેઆમ સ્વીકારવા તરફ આગળ વધી રહ્યા છે. જોકે, અત્યાર સુધી વિજય કે ત્રિશાએ આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી. આ દરમિયાન વિજયના બોડીગાર્ડ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે “હવે અફવાઓ દૂર કરવાનો સમય આવી ગયો છે.” આ પોસ્ટે પણ ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે, પરંતુ તેનો સાચો અર્થ શું છે તે હજી સ્પષ્ટ નથી.

Most Popular

To Top