Sankheda

સંખેડાની ડી.બી. પારેખ હાઈસ્કૂલનો SSCમાં ડંકો, 86.46% પરિણામ સાથે વિદ્યાર્થીઓએ શાળાનું નામ કર્યું રોશન

અંશ કાછીયા 98.14 P.R. સાથે પ્રથમ, જિલ્લામાં પણ નોંધપાત્ર સફળતા
પ્રતિનિધિ, સંખેડા | તા. 06 મે, 2026
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10 (SSC) પરીક્ષાના પરિણામમાં સંખેડાની ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલે ઝળહળતું પરિણામ મેળવી ગૌરવ મેળવ્યું છે.
રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકા જાહેર થયું છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 82.42 ટકા નોંધાયું છે. સંખેડા કેન્દ્રમાં કુલ 730 વિદ્યાર્થીઓમાંથી 692 વિદ્યાર્થીઓ સફળ થતાં 86.42 ટકા પરિણામ નોંધાયું છે.
ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલમાં કુલ 156 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 138 વિદ્યાર્થીઓ સફળ થતાં શાળાએ 86.46 ટકા ઉત્તમ પરિણામ મેળવ્યું છે.
શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થી અંશ સુનિલકુમાર કાછીયાએ 98.14 પર્સેન્ટાઈલ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે પર્વ વિનેશકુમાર પટેલે 95.26 પર્સેન્ટાઈલ સાથે દ્વિતીય અને અવની હરેશકુમાર પરમારે 93.95 પર્સેન્ટાઈલ સાથે તૃતીય સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિને પગલે સંસ્થાના પ્રમુખ પરિમલભાઈ શાહ, મંત્રી સંજયકુમાર દેસાઈ, આચાર્ય ચિરાગ શાહ તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓ જીવનમાં સતત પ્રગતિ કરતા રહે અને માતા-પિતા, સમાજ તથા શાળાનું નામ વધુ ઉજ્જવળ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
રિપોર્ટર— સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા

Most Popular

To Top