( પ્રતિનિધિ )વડોદરા,તા.6
રાજકોટમાં છેલ્લા દસ વર્ષથી વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરીસર સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે.
વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. 500 કરોડનાં માતબર ખર્ચે 1400 રૂમમાં, 5000 નીરાધાર-બીમાર-પથારીવશ વડીલોનો સમાવેશ કરશે વિશ્વનાં સૌથી મોટો નિઃશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમનું નવું વિનુભાઇ બચુભાઈ નાગ્રેચા પરિસરમાં નીરાધાર, બીમાર, પથારીવશ વડીલો જીવનભર માટે સંપૂર્ણ રીતે નિઃશુલ્ક રહેશે. જેમાં 7 ટાવર્સમાં દરેક ટાવરમાં 11 માળ હશે, જેથી દરેક વ્યક્તિને પૂરતી જગ્યા અને સંભાળ મળી રહેશે. તેમજ જૈન સમાજના વડીલો માટે આખો ટાવર જ અલગ બનાવ્યો છે જ્યાં દેરાસર પણ બનાવાયું છે.20 લાખ સ્કેવેર ફૂટના બાંધકામ સાથે વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરીસર સદભાવના વૃદ્ધાશ્રમ. સદભાવના વૃધાશ્રમ વિશેવાત કરીએ તો સદભાવના વૃધાશ્રમ એક ખાસ વૃદ્ધાશ્રમ છે જે નિઃસંતાન, નિરાધાર, પથારીવશ અને કેન્સર તથા કોમા ગ્રસ્ત વૃદ્ધ વ્યક્તિઓને ગૌરવ અને નિષ્ઠા સાથે મફત જીવનભર સંભાળ પૂરી પાડવા માટે સમર્પિત છે.