દક્ષિણ ગુજરાતમાં કોરોના વેક્સિનનું આગમન

નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં કોવીશીલ્ડ વેક્સિનનું (Vaccine) આગમન થતાં લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. બુધવારે 11,600 જેટલી વેક્સિન નવસારી જિલ્લામાં આવી છે. જેથી આગામી 16મીએ શનિવારથી વેક્સિન આપવાનો કાર્યક્રમ રાખ્યો છે. જેમાં તાલુકા દીઠ 100 એટલે કે જિલ્લાના 6 તાલુકાઓમાં 600 લોકોને 1 જ આપવામાં આવશે.

દક્ષિણ ગુજરાતમાં કોરોના વેક્સિનનું આગમન

લાંબા સમય રાહ જોયા બાદ કોરોનાની વેક્સિન મળી ગઈ છે. ત્યારે દેશનાં તમામ રાજ્યોમાં વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે. જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ વેક્સિન સરકારે મોકલી દીધી હતી. બુધવારે સાંજે કોવીશીલ્ડ વેક્સિન નવસારી જિલ્લા પંચાયત ખાતે આવી ગઈ હતી. જ્યાં નવસારી ધારાસભ્ય પીયૂષભાઇ દેસાઈ, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડી.ડી.ઓ. સહિતના કર્મચારીઓએ ઉપસ્થિત રહી વેક્સિનને ફૂલહાર પહેરાવી આગમન કર્યું હતું. જિલ્લામાં વેક્સિન આવતા જ લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. બુધવારે 11,600 જેટલી વેક્સિન નવસારી જિલ્લામાં આવી છે. જેથી આગામી 16મીએ શનિવારથી વેક્સિન આપવાનો કાર્યક્રમ રાખ્યો છે. જેમાં તાલુકા દીઠ 100 એટલે કે જિલ્લાના 6 તાલુકાઓમાં 600 લોકોને 1 જ આપવામાં આવશે.

દક્ષિણ ગુજરાતમાં કોરોના વેક્સિનનું આગમન

દમણમાં કોવિડ-19ની 1100 વેક્સિનના પ્રથમ બેચનું આગમન

દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં બુધવારે કોવિડ-19ના પ્રથમ બેચનું આગમન થયું હતું. મોટી દમણના કિલ્લા ક્ષેત્રમાં આવેલ સી.એચ.સી. હેલ્થ સેન્ટર ખાતે કોવિડ-19ની 1100 જેટલી વેક્સિનના બેચને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષિત પણે લાવવામાં આવી હતી. આ અવસરે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ, અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. દમણમાં આવેલ વેક્સિનને ત્રણ ચરણમાં લોકોને લગાવવામાં આવશે. જેમાં ભારત સરકાર દ્વારા જારી કરાયેલ દિશાનિર્દેશ હેઠળ પ્રથમ સ્વાસ્થ્ય વિભાગમાં કોવિડ-19ની સારવાર હેઠળ કામ કરતા સ્વાસ્થ્યકર્મીઓને રસી મૂકવામાં આવશે. ત્યાર બાદ ફ્રન્ટ લાઇન વર્કરો જેવા કે પંચાયત મ્યુનિસિપલ તથા કોવિડ-19 હેઠળ કામ કરતા કર્મચારીઓને આપવામાં આવશે. ત્યારબાદ પ્રદેશના 50 વર્ષની ઉંમરના લોકો જેઓને હાઇપરટેન્શન, ડાયાબિટીસ તથા અન્ય ગંભીર બીમારીઓ હોય તેમને રસીનો ડોઝ આપવામાં આવશે. ત્યારે આગામી 16 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીઓ કોન્ફરન્સના માધ્યમ થકી કોવિડ-19ના રસીકરણ લોન્ચિંગ કરશે. ત્યારે છેલ્લા 9 મહિનાથી જે વેક્સિનની લોકો રાહ જોઈ રહ્યા હતા. એનો પ્રથમ બેચ દમણમાં આવતાં સ્વાસ્થ્ય કર્મચારીઓની સાથે પ્રદેશના લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.

દક્ષિણ ગુજરાતમાં કોરોના વેક્સિનનું આગમન

તાપી જિલ્લા માટે ૭,૮૮૦ વેક્સિન ફાળવાઈ

વ્યારા: (Vyara) તાપી જિલ્લાનાં ૪ સેન્ટરો પરથી 16મી જાન્યુ.એ કોરોનાની રસીકરણનો પ્રારંભ કરાશે સૌ પ્રથમ હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર ત્યારબાદ કો-મોર્બિડ વ્યક્તિ અને પછી સામાન્ય નાગરિકોને રસી મુકવામાં આવશે. તાપી જિલ્લા માટે કુલ ૭,૮૮૦ વેક્સિન ફળવવામાં આવી છે. જેમાંથી ૬,૩૩૪ વેક્સિનો હેલ્થ વર્કરોને શરૂઆતનાં તબક્કે આપવામાં આવશે. જેનું ૧૬મી જાન્યુઆરીએ પ્રધાન મંત્રી ઓન લાઇન ઉદઘાટન કરશે. ત્યાર બાદ જિલ્લાના ચાર કેન્દ્રો પર કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

જેમાં જનરલ હોસ્પિટલ- વ્યારા, સી.એચ.સી.-ગડત (તા.ડોલવણ), સી.એચ.સી.- બુહારી (તા.વાલોડ), સી.એચ.સી.-સીંગપુર (તા.સોનગઢ)નો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં દરેક કેન્દ્ર દીઠ ૧૦૦ વેક્સિન લેખે કુલ ૪૦૦ હેલ્થ વર્કરોને કો-વેક્સિન આપવામાં આવશે. ત્યાર બાદ લોકોને વેક્સિન અપાશે, જેમાં ૫ જુદી જુદી જગ્યાએ વેક્સિન અપાશે. ૮મી જાન્યુઆરીએ ૨૧ જગ્યાએ ડ્રાયરન યોજાશે, એમ સીડીએચઓ-તાપી ડૉ. હર્ષદ પટેલએ જણાવ્યું છે.

Related Posts