દેશનું અર્થતંત્ર સમગ્ર વર્ષ (નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬) માટે ૭.૭% ની ગતિએ વધ્યું. દરમિયાન ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માં GDP વૃદ્ધિ ૭.૮% રહી. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ૫ જૂને આ આંકડા જાહેર કર્યા.
GDP ફેબ્રુઆરીના અંદાજ કરતાં વધી ગયો
આ સંપૂર્ણ વર્ષનો વિકાસ આંકડો ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા સરકારના બીજા એડવાન્સ અંદાજ ૭.૬% કરતા વધારે છે. પાછલા વર્ષ (નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫) માં દેશનો વાસ્તવિક GDP વૃદ્ધિ ૭.૧% હતો. ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ ૮% રહી.
વૃદ્ધિ દરમાં આ ત્રિમાસિક ગાળાના ઘટાડાનું મુખ્ય કારણ ઉત્પાદન ક્ષેત્રમાં નોંધાયેલ મંદી છે. ત્રીજા ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ ૧૨.૮% ના ઉચ્ચ સ્તરે હતો પરંતુ ચોથા ક્વાર્ટરમાં ઘટીને ૭.૩% થયો. અર્થતંત્રમાં સમયાંતરે નોંધપાત્ર ફેરફારોને પકડવા માટે આધાર વર્ષ સમયાંતરે સુધારવામાં આવે છે. સામાન્ય રીતે મંત્રાલય દર પાંચ વર્ષે ડેટા શ્રેણી અપડેટ કરે છે પરંતુ કોવિડ-૧૯ રોગચાળા અને GST ના અમલીકરણને કારણે આ પ્રક્રિયામાં વિલંબ થયો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં GDP વૃદ્ધિ ૬.૬% રહી શકે છે
આજે સવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના GDP અંદાજો જાહેર કર્યા. આ મુજબ આગામી નાણાકીય વર્ષ (૨૦૨૬-૨૭) માં આર્થિક વૃદ્ધિની ગતિ થોડી ધીમી પડી શકે છે. તે ૧.૧૦% ઘટીને આગામી વર્ષે ૬.૬% પર સ્થિર થઈ શકે છે.
સંપૂર્ણ વર્ષનો GVA વૃદ્ધિ દર ૭.૯% રહ્યો
ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) વૃદ્ધિ જે મુખ્ય આર્થિક ક્ષેત્રોના પ્રદર્શનને નજીકથી પ્રતિબિંબિત કરે છે તે સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૭.૯% નોંધાઈ હતી. ચોથા ક્વાર્ટરમાં GVA વૃદ્ધિ દર પણ બરાબર એ જ સ્તરે એટલેકે 7.9% રહ્યો.
ડિસેમ્બર 2026 સુધીમાં 1950 સુધીનો ડેટા જાહેર કરવામાં આવશે
સરકાર ફક્ત નવા આંકડા જ જાહેર કરશે નહીં પરંતુ નવા આધાર વર્ષના આધારે ભૂતકાળના ડેટાની પુનઃગણતરી પણ કરશે. મંત્રાલયે સૂચવ્યું છે કે આ નવા માળખા હેઠળ ‘બેક-સિરીઝ’ ડેટા (1950-51 સુધીના આંકડા) ડિસેમ્બર 2026 સુધીમાં જાહેર થવાની ધારણા છે.