અમેરિકન કંપની સાયબર ફ્રોડના કેન્દ્ર તરીકે જાણીતા જમતારામાં જઇ રિસર્ચ કરવા ઇચ્છે છે, જાણો કેમ?

નવી દિલ્હી (New Delhi): સાયબર ફ્રોડનું (Cyber Fraud) ચલણ છેલ્લા કેટલાક વર્ષોમાં વધી ગયુ છે. અને આપણામાંથી ઘણા લોકો તેનો શિકાર બની જ ચૂક્યા છે. તમે બધાએ નેટફિલક્સ પરની ‘જામતાડા’ (Jamtara, Jharkhand) નામની વેબ સિરિઝ જોઇ જ હશે. ન જોઇ હોય તો જોઇ લેજો. ઝારખંડના જામતાડામાં સાયબર ફ્રોડનું એટલું મોટું રેકેટ (racket) ચાલે છે કે તેના લીધે હવે અમેરિકનોને અહીં રિસર્ચ કરવા આવામાં રસ પડ્યો છે. જામતાડામાં ઓછું ભણેલા યુવાનો પણ કઇ રીતે સાવ આસાનીથી મોટા મોટા લોકો સાથે છેતરપિંડી કરી શકે છે? અને કેવી રીતે તેઓ તકનીકી અને કમ્પ્યુટર વિશે આટલી ઊંડી માહિતી મેળવે છે તે પણ જાણી શકાય છે, જેના દ્વારા તેઓ કોઈનું પણ એકાઉન્ટ હેક કરે છે.

અમેરિકન કંપની સાયબર ફ્રોડના કેન્દ્ર તરીકે જાણીતા જમતારામાં જઇ રિસર્ચ કરવા ઇચ્છે છે, જાણો કેમ?

ગયા વર્ષે ઑગસ્ટમાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહની પત્ની અને સાંસદ પરનીત કૌર સાથે 23 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે આ છેતરપિંડીના તાર જામતાડા સાથે જોડાયેલા હોવાનું સામને આવ્યુ હતુ.
જામતાડા પહોંચ્યા બાદ અમેરિકન એજન્સી અહીંના આ સ્કેમ રેકેટ ચલાવતા યુવાનોનું બ્રેન-મેપિંગ (brain mapping) કરીને એ જાણવાનો પ્રયત્ન કરશે કે આટલું ઓછું ભણેલા આ યુવાનો કે જે અંગ્રેજી પણ બરાબર નથી બોલી શકતા તે લોકો કમ્પ્યુટર પર એક પ્રોફેશનલની જેમ કરામતો કઇ રીતે કરી શકે છે?

અમેરિકન કંપની સાયબર ફ્રોડના કેન્દ્ર તરીકે જાણીતા જમતારામાં જઇ રિસર્ચ કરવા ઇચ્છે છે, જાણો કેમ?


અમેરિકન કંપની સાયબર ફ્રોડના કેન્દ્ર તરીકે જાણીતા જમતારામાં જઇ રિસર્ચ કરવા ઇચ્છે છે, જાણો કેમ?

ઝારખંડનો જામતાડા સાયબર ક્રાઇમ માટે એટલો કુખ્યાત બની ગયો છે કે તે દેશના સાયબર ક્રાઇમના સૌથી મોટા કેન્દ્રોમાંના એક તરીકે ઉભરી આવ્યો છે. જામતાડાના કરમાતર પોલીસ સ્ટેશનના રેકોર્ડ્સ દર્શાવે છે કે એપ્રિલ 2015 થી માર્ચ 2017 ની વચ્ચે, જુદા જુદા કેસોમાં 12 જુદા જુદા રાજ્યોની પોલીસ ટીમોએ 23 વખત આ જિલ્લાની મુલાકાત લીધી છે અને 38 જેટલા આરોપીઓને ધરપકડ કરી છે. જુલાઇ 2014 થી જુલાઈ 2017 ની વચ્ચે, જમતારા જિલ્લા પોલીસ દ્વારા આ વિસ્તારમાં 330 રહેવાસીઓ સામે 80થી વધુ સાયબર ફ્રોડના કેસ નોંધાયા છે. એકલા કરમાતર પોલીસ સ્ટેશનમાં 2017 માં સાયબર ફ્રોડ કેસોમાં 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Related Posts