Madhya Gujarat

સંતરામપુરમાં નગરપાલિકાની આળસથી ઢોરનો ત્રાસ યથાવત

સંતરામપુર: મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં તત્રંની બેદરકારીથી નગરમાં રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત જોવાં મળે છે. જેમાંથી અમુક ઢોર લમ્પી વાયરસ જેવા ચેપી રોગ વાળા હોવાથી રોગ બીજા ઢોરમાં પણ પ્રસરે છે. જેના કારણે લમ્પી રોગવાળા એક આખલાનું કોલેજ રોડ પર મોત થતા લોકો રોષે ભરાયા હતા. પાલિકા દ્વારા ઝડપી રસીકરણ અને સારવારની કાર્યવાહી ત્વરીત કરાવવાની માંગ પ્રજામાં ઉઠી હતી.

સંતરામપુર નગરમાં રખડતાં ઢોરોનો ત્રાસ દુર કરવામાં નગરપાલિકાના સતતાધીશો નિષફળ થયા છે.પાલિકા દ્વારા વધતા જતા રખડતાં ભટકતાં પશુઓને પકડવાની કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ રખડતાં ઢોરો પૈકી ધણાખરાં પશુઓને લમ્પી વાયરસ રોગ પણ જોવાં મળે છે. તેમ છતાં પણ આવા રોગવાળા પશુઓ નગરમાં આમથી તેમ ભટકતાં હોવાથી રોગચાળો વધુ પ્રસરે છે. પાલિકા દ્વારા રોગવાળા પશુઓને પકડીને એક ઢોરવાડો ઉભો કરે જેથી આ રોગ વધુ પ્રસરે નહીં અને રોગવાળા પશુઓનું નિયમિતપણે પશુ દવાખાના દ્વારા ચેકઅપ થાય અને સારવાર વ્યવસ્થિત રીતે કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. આ ઉપરાંત લમ્પી રોગવાળા એક આખલાનું કોલેજ રોડ પર મોત થતા પશુઓની સારવાર અને રસીકરણની કામગીરી ઝડપી થાય તે માટે સ્ટાફની ટીમો વધુ નીમીને ઝડપી કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી.

Most Popular

To Top