Madhya Gujarat

નવલખી મેદાનમાંથી 20 જેટલા વિધર્મીઓ ગરબે રમતા ઝડપાયા

વડોદરા: નવલા નોરતાના પ્રારંભ થતા જ હિંદુ યુવતીઓને ફસાવવાના ઈરાદે સક્રિય બનેલા વિધર્મીઓની મેલી મુરાદ પારખી ચુકેલા હિંદુ સમાજના સંગઠનોના કાર્યકરોએ તમામ મેદાનો અને પાર્ટી પ્લોટ પર નજર રાખતા નવલખી મેદાનમાંથી વિધર્મીઓ ગરબે રમવા આવતાં જ પક્ડીને ખદેડી મુક્યા હતા. છેલ્લાં ઘણા વર્ષોથી લવ જેહાદના કિસ્સા વધતા જ જાય છે. હિન્દુ સમાજની મહિલા યુવતીઓ દીકરીઓની સુરક્ષા અને સલામતી અર્થે હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા છે.

એમ.એસ.યુનિ.ના વિદ્યાર્થી સંગઠનો દ્વારા નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે રાત્રી બી ફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં હિંદુ કાર્યકરોએ સતર્કતા પુર્વક નજર રાખતા આશરે 15 થી 20 વિધર્મીઓ ગરબે રમતા પકડાયા હતા. વીએચપી અને બજરંગ દળના અગ્રણી કાર્યકરોએ તુરંત શોધી શોધીને વિધર્મીઓને ખદેડી મુક્યા હતા.

અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પૂર્વે ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી બાબતે હોબાળો મચી ગયો હતો. તેને ધ્યાને લઈને રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશ પટેલે ચીમકી ભર્યુ નિવેદન આપ્યું હતું. વડોદરામાં ગરબા રમાડતા આયોજકોએ વિધર્મીઓને પાસ નથી આપ્યા.કોઈપણ ગરબામાં એક પણ વિધર્મીને એન્ટી જ આપવામાં ન આવે તેવી આયોજકોને સ્પષ્ટ સૂચના આપી હતી.અને જો કોઈ વિધર્મીને પાસ મળ્યો હશે તો ગરબા આયોજક સાથે વાત કરીશું તેમ જણાવ્યું હતું. ત્યારે હવે એમએસયુના વિદ્યાર્થી સંગઠનો દ્વારા નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાત્રી બી ફોર નવરાત્રીમાં વિધર્મીઓ ગરબે રમતા પકડાતા ચર્ચાનો વિષય બન્યો હતો.

સેવાલિયામાં એસ.ટી બસના ડ્રાઈવર-કંડક્ટરનું મનસ્વી વર્તન
સેવાલિયા: સેવાલિયાથી અમદાવાદ જવા માટે એસ.ટી બસનું એડવાન્સ બુકીંગ કરાવનાર યુવતિને તંત્રની લાલીયાવાડીને કારણે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો. સવા કલાક મોડી આવેલી બસના ચાલક અને કંડક્ટરે બસમથકની બહાર બસ ઉભી રાખી હતી. જેને પગલે હોબાળો મચ્યો હતો. છેવટે બસમથકની અંદર બસ લવાતાં મામલો શાંત પડ્યો હતો.

ગળતેશ્વરના સેવાલિયામાં રહેતી યુવતિને સોમવારના રોજ અમદાવાદ જવાનું હતું. જેથી તેણીએ અગાઉથી જ દાહોદ-અમદાવાદ એસ.ટી બસમાં એડવાન્સ બુકીંગ કરાવ્યુ હતું. સોમવારના રોજ બપોરના 1-40 વાગ્યાનો બસનો સમય હતો. જેથી આ યુવતિ બસના સમય કરતાં પહેલાં જ બસમથકે પહોંચી હતી. પરંતુ, બસ સમયસર આવી ન હતી. 1-40 વાગ્યાનો સમય ધરાવતી આ બસ છેક 2-50 વાગ્યાં સુધી સેવાલિયા બસમથકમાં ડોકાઈ ન હતી. બીજી બાજુ યુવતિને કામઅર્થે સમયસર અમદાવાદ પહોંચવાનું હોવાથી તે ચિંતીત બની હતી. સમયસર પહોંચવા માટે યુવતિએ આ ટીકીટ કેન્સલ કરાવી, અન્ય વાહન કોઈ પ્રાઈવેટ વાહનમાં બેસી અમદાવાદ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ, બસનો સમય વીતી ગયો હોવાથી ટીકીટ કેન્સલ થઈ શકતી ન હતી. જેથી યુવતિ મુશ્કેલીમાં મુકાઈ હતી. પરંતુ, આ બધી મથામણમાં યુવતિનો સમય વેડફાઈ રહ્યો હતો. જેથી તેણીએ રૂપિયા ગયાં તેમ સમજી અન્ય વાહનમાં બેસી અમદાવાદ જવાની તૈયારી કરી લીધી હતી. એટલામાં જ બુકીંગ કરેલી દાહોદ-અમદાવાદ બસ આવી હતી. પરંતુ આ બસના ચાલક અને કંડક્ટરે બસને બસમથકમાં લાવવાની જગ્યાએ બહાર જ ઉભી રાખી દીધી હતી અને બસમથકમાં બસ લાવવાની આનાકાની કરી હતી. જેને પગલે ભારે હોબાળો મચ્યો હતો. છેવટે બસમથકમાં બસ લવાતાં મામલો શાંત પડ્યો હતો.

Most Popular

To Top