ગણદેવી : ગણદેવી (Gandavi) પોલીસે ( Police) બાતમીના આધારે સેલવાસ ( Selvas) થી કામરેજ( Kamrej) તરફ જતી વિદેશી દારૂ (Alcohol) ભરેલી કારને...
એક્સ ટાટા ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) કાર એક્સિડેન્ટમાં (Accident) મોત થયા બાદ સરકારે શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન માટે એક આદેશ જાહેર કર્યો...
અઢી વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી વૈશ્વિક કોરોના મહામારીએ લોકોના સ્વાસ્થ્યને (Health) ગંભીર અસર કરી છે. ખાસ કરીને બીજી વેવ દરમિયાન ડેલ્ટા...
દુબઈ: ભારત (India) અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચેની મેચ (Cricket Match) શરૂ થાય તે પહેલાં દુબઈના સ્ટેડિયમમાં આગ (DubaiStadiumFire) લાગી છે. સ્ટેડીયમના એન્ટ્રી...
ભોજનમાં સ્વાદ વધારવા માટે આજકાલ વિવિધ પ્રકારના રેડીમેડ મસાલાઓ (Spices) વપરાય છે. ખાસ કરીને બાળકોને શાક રોટલી ખાવામાં રસ પડે તે માટે...
સુરત: શુક્રવારે તા. 9 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશ નિમિત્તે શહેરમાંથી 68 હજાર ગણેશ પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળવાની હોય સુરત શહેર પોલીસ દ્વારા...
સુરત : ગણપતિ બાપ્પાના અનેક નામો છે.જેના અલગ-અલગ નામો ઉપરથી સુરત ટેનિસ ક્લબના (Surat Tennis Club) ફિટનેસ કીટી ગ્રુપના (Fitness Kitty Group)...
મુંબઈ: 9 સપ્ટેમ્બરે, અયાન મુખર્જી(Ayaan Mukharji)ની મલ્ટી-સ્ટારર ફિલ્મ(Film) બ્રહ્માસ્ત્ર(Bramhastra) રિલીઝ (Release) થવા માટે તૈયાર છે. ફિલ્મને લઈને બહિષ્કાર(Boycott Bramhashtra)નો ટ્રેન્ડ પણ ચાલી...
કાનપુર: કાનપુર(Kanpur)ના કાળા નાણા(Black Money)ના ‘કુબેર’થી ચર્ચામાં આવેલા પરફ્યુમના વેપારી(perfume merchant) પીયૂષ જૈન(Piyush Jain) લગભગ 250 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે....
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે સવારે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે ‘ભારત જોડો યાત્રા’ (Bharat Jodo...
સુરત (Surat ) : ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરત શહેર પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ખાસ...
ભગવાન ગણેશની અલૌકિક શકિતના દર્શન કરાવતું ગણેશ સાહિત્ય ગુજરાતમિત્રની સત્સંગ, ગોચર અગોચર પૂર્તિ દરેક વારની પૂર્તિમાં વાચવા મળશે. ભાદરવા મહિનાની ગણેશચતુર્થીથી અનંતચતુર્થી...
ભાજપ-કોંગ્રેસને, કોંગ્રેસ-ભાજપને, હિન્દુ-મુસલમાને મુસલમાન-હિન્દુને, આર.એસ.એસ.-ડાબેરીઓને અને ડાબરીઓ-આર.એસ.એસ.ને વખોડે છે જેના પરિણામે દેશના સર્વે રાજકીય પક્ષો, સંસ્થાઓ, સંગઠનો અને દેશવાસીઓ દેશની આઝાદી બાદ...
ભારત દેશમાં સદીઓથી તીર્થયાત્રાની પરંપરા રહી છે. પ્રાચીન કાળમાં વાહનવહેવારની કોઈ સુવિધા નહોતી ત્યારે પણ લોકો બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથ પુરી, દ્વારકા અને...
એક વૃધ્ધાશ્રમમાં વાર્ષિક કાર્યક્રમ હતો.એક યુવાન અનાથ બિઝનેસમેન દ્વારા એક કાર્યક્રમ સ્પોન્સર ક્રમમાં આવ્યો હતો. યુવાન બિઝનેસમેને જાતમહેનતે સફળતા મેળવી હતી અને...
સુરત: નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની મેડીકલ કોલેજમાં (Medical College) પ્રવેશ મેળવવા માટે લેવામાં આવેલી નીટ (NEET) મેઈન પરીક્ષાનું (Exam) આજે...
લોઢાના ભાવે કોઈ સોનું વેચે? આનો જવાબ ‘ના’ જ હોય, છતાં એવી આશંકા સેવાય છે ખરી. વાત ગોવાની છે. ગોવામાં પોર્ચુગીઝ શાસન...
આપણા ઉદ્યોગો ધમધમતા રાખવા માટે સૈકાઓથી આપણે અશ્મીય ઈંધણનો ઉપયોગ કરીએ છીએ. આ ઈંધણ એટલે કે કોલસા, પ્રાકૃતિક ગેસ અને તેલે (પેટ્રોલ,...
અમદાવાદ : ગુજરાત(Gujarat)ના અમદાવાદ(Ahmedabad) શહેરના રહેવાસી શહીદ લાન્સ નાઈક ગોપાલ સિંહ ભદોરિયાના માતા-પિતાએ કુરિયર(Courier) દ્વારા આપવામાં આવેલ શૌર્ય ચક્ર(Shaurya Chakra) પરત કર્યું...
ઓલપાડ: સુરતના (Surat) ઓલપાડ (Olpad) તાલુકામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) વર્ચ્યુઅલ સંવાદ (Virtual Samvad) સંબોધ્યો હતો. આ પ્રસંગે હજારોની જનમેદનીને સંબોધતા...
આસામ: આસામ(Assam)ના ગોલપારામાં પહેલીવાર મુસ્લિમો(Muslims)એ મદરેસા(Madrasa)ને તોડી પાડી હતી. લોકોને ખબર પડી હતી કે અહીં મદરેસાની આડમાં આતંકવાદી ગતિવિધિ(terrorist activities)ઓ ચાલી રહી છે. જે...
ભારતમાં હંમેશા પેટ્રોલ અને ડિઝલના ભાવના મામલે લોકો છેતરાતા જ આવ્યા છે. પહેલા સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવનું નિયમન કરવામાં આવતું...
મધ્યપ્રદેશ: બ્યુરો ઓફ ઈકોનોમિક ઈન્વેસ્ટિગેશન (EOW) એ ગુરુવારે જબલપુર(Jabalpur)માં ધ બોર્ડ ઓફ એજ્યુકેશન ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયાના અધ્યક્ષ બિશપ પીસી સિંહ(Bishop PC...
ડાંગ: સુરત નજીક લોકોના ફરવા માટેનું એકમાત્ર ફેવરેટ ડેસ્ટિનેશન ગીરી મથક સાપુતારામાં જીએસટી ચોરી પકડાય છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 16 હોટલ...
બિહાર: બિહાર (Bihar)ના ઘણા શહેરોમાં NIA દ્વારા દરોડા (Raid) પાડવામાં આવ્યા છે. NIAની ટીમ એક સાથે 32 જગ્યાએ દરોડા પડ્યા છે. જેમાં...
સુરત: ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે. તમામ પાર્ટીઓ જનતાને રીઝવવા અનેક પ્રયાસો કરી રહી...
મુંબઈ: મુંબઈ(Mumbai)થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દક્ષિણ મુંબઈના મરીન લાઈન્સ વિસ્તારમાં બડા કબ્રીસ્તાનમાં 1993ના મુંબઈ બ્લાસ્ટ(Mumbai Blast)ના દોષી યાકુબ...
દુબઈ: એશિયા કપ(Aisa cup) 2022માં બુધવારે પાકિસ્તાન(Pakistan) અને અફઘાનિસ્તાન(Afghanistan)ની ટીમ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. સુપર 4 રાઉન્ડની આ મેચમાં કટ્ટર...
મુંબઈ: ગૃહમંત્રી(Home Minister) અમિત શાહ(Amit Shah)ની મુંબઈ(Mumbai) મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા(Security)માં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. અહીં આંધ્ર પ્રદેશના સાંસદના પીએ તરીકે...
સાઉથના સ્ટાર્સ હિન્દી ફિલ્મોમાં હોય એવું હવે નિયમિત બનવા માંડયું છે. જો ફિલ્મ સાઉથની જ હોય તો તેના હીરો સાઉથના જ હોય...
ફૂટબોલ જગતમાં ભૂકંપ
પાકિસ્તાનમાં 80% પુરુષો ગે છે! ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ હિના બ્લોચના દાવાથી સોશિયલ મીડિયા પર ખળભળાટ
IPL 2026 Points Table
ઈટાલીમાં સનસનાટી
પશ્ચિમ બંગાળના માલદા હિંસાના મુખ્ય આરોપીની ધરપકડ: અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ
મધ્ય ઈરાનમાં સર્ચ ઓપરેશન તેજ, 2 ક્રૂ સભ્યો માટે અમેરિકાએ શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન
ટ્રમ્પે કહ્યું- મને થોડો વધુ સમય આપો, હું હોર્મુઝ ખોલીશ, આ સમગ્ર વિશ્વ માટે સારું રહેશે
OBC અનામતની અસર: પછાત વર્ગના 338 કાર્યકરો મેદાનમાં, વોર્ડ નં. 12માં સૌથી વધુ 103 દાવેદારો સાથે રસાકસી
આસામમાં BJP સરકાર આવી તો UCC લાગુ કરીશું, આસામ રેલીમાં અમિત શાહનું મોટું નિવેદન
BJPનો માસ્ટર પ્લાન? અન્નામલાઈને મેદાન બહાર રાખવાનો નિર્ણય ચર્ચામાં
ઈરાનના હુમલાથી UAE હચમચ્યું, મિસાઈલના ટુકડાઓ પડતા 5 ભારતીય સહિત 12 ઘાયલ
માણેજા વિસ્તારમાં ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, સદ્નસીબે કોઇ જાનહાનિ નહી
ઈરાને US પાયલટને પકડ્યો: F-35 જેટને તોડી પાડવાના અહેવાલ બાદ સ્થાનિક મીડિયાનો દાવો
PBKSએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, CSK પહેલા કરશે બેટિંગ
ફરી વધ્યો રખડતા ઢોરનો કહેર, બાઈક સવાર યુવાનને સતત અડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી
વડોદરા ભાજપમાં મોટો રાજકીય ધડાકો, ‘પત્રિકા કાંડ’ના વિવાદો બાદ અલ્પેશ લીંબાચિયાની ઘરવાપસી
માતા-પિતાના ઠપકાથી ઘર છોડનાર કિશોર હાલોલથી સુરક્ષિત મળ્યો
વડોદરા પાલિકાનો સપાટો: ‘વન ડે વન રોડ’ મિશન હેઠળ ડેરી ડેન વિસ્તારમાંથી 4 ટ્રક ભરીને દબાણો જપ્ત
‘જીત જાહેર કરો અને શાંતિ લાવો’- ઝરીફે ઈરાનને આપી સલાહ, ઈરાનને ડિપ્લોમેટિક સ્ટ્રેટેજી સૂચવી
ટ્રમ્પની ચેતવણી બાદ તેલ બજારમાં તોફાન, ક્રૂડ 111 ડોલર પાર, ઓઇલ પ્રાઇસ ઉછળ્યા
ડભોઈની ફેઈથ પબ્લિક સ્કૂલની મનમાની સામે ડીઈઓની કાર્યવાહી
ઓર્ડર ઓર્ડર! રવિ કિશનની કોમેડી કોર્ટ ડ્રામા સિરીઝ ‘મામલા લીગલ હૈ’ની સિઝન 2 આજથી નેટફિલક્સ પર સ્ટ્રીમ
કોંગ્રેસના 27 ઉમેદવારો મેદાનમાં, સ્ટાલિન ગઠબંધન ફરી સત્તા માટે તૈયાર
ભારતની દરિયાઈ શક્તિમાં વધારો: INS તારાગિરી અને INS અરિધમાન નૌકાદળમાં સામેલ
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026: અન્નામલાઈને ટિકિટ નહીં: સાઈડલાઈન કે ભાજપની મોટી સ્ટ્રેટેજી?
દાહોદ નગરપાલિકામાં ભાજપના આંતરિક જૂથોમાં ‘મેન્ડેટ’ માટે ભારે રસાકસીના એંધાણ
દાહોદ પાલિકાની 38 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ: 200થી વધુ દાવેદારોએ આપ્યા ઇન્ટરવ્યૂ
પાંચ રાજ્યોમાં મતદાનના દિવસે રહેશે રજા, પગાર નહીં કપાય, મજૂરોને પણ મળશે વોટિંગનો અધિકાર
ગુજરાતમાં વસ્તી ગણતરી મુલતવી, હવે ચૂંટણી બાદ થશે નવી જાહેરાત
રાઘવ ચઢ્ઢાએ કહ્યું- AAP મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, અલકા લાંબાએ કરી નાંખ્યો આ દાવો
ગણદેવી : ગણદેવી (Gandavi) પોલીસે ( Police) બાતમીના આધારે સેલવાસ ( Selvas) થી કામરેજ( Kamrej) તરફ જતી વિદેશી દારૂ (Alcohol) ભરેલી કારને (Car ) ૭ કીમી સુધી ફિલ્મી ઢબે પીછો કરી સાલેજ ગામ પાસેથી ઝડપી હતી. જેમાંથી પોલીસે 75 હજારનો વિદેશી દારૂ મળી આવતા 2 ને ઝડપી પાડ્યા હતા. જયારે અન્ય 2 ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસ પેટ્રોલિંગમાં હતી.. દરમિયાન બાતમી મળી હતી કે, સિલ્વર રંગની સ્કોડા કારમાં સેલવાસથી વિદેશી દારૂ ભરી ગણદેવી અજરાઈ થઇ સુરત કામરેજ તરફ જનાર છે.
ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ સાલેજ માયાતલાવડી નહેર પાસે તે કારને આંતરી કોર્ડન કરી
બાતમી આધારે પોલીસે ગણદેવી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી સ્કોડા કાર આવતા પોલીસે ઉભી રાખવા તેને ઇશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે હંકારી દીધી હતી. જેના પગલે પોલીસે તે કારનો પીછો કર્યો હતો. 7 કીમી ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ સાલેજ માયાતલાવડી નહેર પાસે તે કારને આંતરી કોર્ડન કરી હતી. જેમાંથી પોલીસને 75,600 રૂપિયાની વિદેશી દારૂની 90 નંગ બાટલીઓ મળી આવતા વલસાડના પારડી મોટી તંબાડી ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતા હેમુનભાઈ અરવિંદભાઈ પટેલ અને પારડીના નાની તંબાડીમાં રહેતા કેતન પ્રવિણભાઇ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે હેમુનભાઈ અને કેતનભાઈની પૂછપરછ કરતા સંદીપ છોટુ પાંડેએ દારૂ ભરાવી આપ્યો હતો અને મોહસીમે દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે સંદીપ અને મોહસીમને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 1.50 લાખની કાર અને 5500 રૂપિયાના 2 મોબાઈલ મળી કુલ્લે 2,31,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
ગણપતિ બાપ્પાના વિસર્જનની પૂર્વ સંધ્યાએ ગણદેવીમાં પોલીસની ફ્લેગ માર્ચ
ગણદેવી : ગણદેવીમાં ગણેશ વિસર્જન યાત્રા સુચારૂ પાર પાડવા ડીવાયએસપી-1, પીએસઆઇ-2 સહીત કુલ 141 જવાનોનો કાફલો તૈનાત કરાયો હતો. પોલીસે ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ ફ્લેગ માર્ચ કરી હતી.
ગણદેવીમાં વિવિધ મંડળોએ ગણેશોત્સવ પર્વે ગણપતિ બાપાની સ્થાપના કરી હતી. વિધ્નહર્તા દુંદાળા દેવની 10 દિવસ પૂજા અર્ચના બાદ શુક્રવારે ગણપતિ બાપ્પા મોર્યાના ગગનભેદી નાદ સાથે વિસર્જન યાત્રા નીકળશે. જેને સુચારૂ રીતે પાર પાડવા ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારની ગણદેવી પાલિકા અને 40 ગામોમાં ડીવાયએસપી, પીએસઆઇ-2, પોલીસ-35, હોમગાર્ડ 50, જીઆરડી-45 અને ટીઆરબી 9 તૈનાત કરાયા છે.
નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન જોષીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી ગણદેવી ચાર રસ્તા સર્કલથી બસસ્ટેન્ડ, બંધારા પૂલ થઈ બીલીમોરા જતો આવતો માર્ગ પ્રતિબંધિત કર્યો હતો. જે અંગે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ગણદેવી ચાર રસ્તાથી ધનોરી નાકા સુગર ફેકટરી રોડ થઈ બીલીમોરા જવા આવવાનો માર્ગ જાહેર કર્યો છે. દરમિયાન ગુરૂવાર સાંજે ગાજવીજ, કડાકા ભડાકા અને પવન સાથે વરસાદી ઝાપટું તૂટી પડતા ગણેશ આયોજકોમાં દોડધામ મચી હતી. ગણદેવી વેગણિયા નદી ઓવારે વિસર્જન માટે પાલિકાએ તૈયારીઓ કરી લીધી હતી.