Dakshin Gujarat

સાપુતારામાં હોટલના ભરેલા રૂમને ખાલી બતાવી કરોડો રૂપિયાની GST ચોરી પકડાઈ

ડાંગ: સુરત નજીક લોકોના ફરવા માટેનું એકમાત્ર ફેવરેટ ડેસ્ટિનેશન ગીરી મથક સાપુતારામાં જીએસટી ચોરી પકડાય છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 16 હોટલ અને હોમ સ્ટે સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તપાસ દરમિયાન ચાર હોટલ સંચાલકો દ્વારા 2 કરોડથી વધુની ટેક્સની રિકરવરી કરવામાં આવી છે. હોટલોમાંથી મળેલા દસ્તાવેજો તપાસતા 3 કરોડથી વધુની ટેક્સચોરી થઈ હોવાનું બહાર આવ્યુ હતુ. હોટેલ સંચાલકોબુકીંગ બતાવી ગેરીરતી કરતા હતા તેમજ હિસાબી રજીસ્ટર પણ યોગ્યરીતે મેન્ટેન કરવામાં આવ્યું ન હતું. જીએસટી વિભાગના ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા એક ખાસ પ્રકારના સોફ્ટવેર દ્વારા સમગ્ર મામલો બહાર આવ્યો છે.

અધિકારીઓ સામાન્ય પ્રવાસીઓના સ્વાંગમાં સાપુતારા પહોંચ્યા
સ્ટેટ જીએસટી વિભાગના ઇન્ટેલિજન્સ તથા સિસ્ટમ આધારિત થયેલી ચકાસણીમાં આ વાત ધ્યાન પર આવી હતી. જેમાં ડાંગની સાપુતારામાં કેટલીક હોટલો અને હોમ સ્ટેનાં સંચાલકો દ્વારા જીએસટી કાયદાનો યોગ્ય રીતે પાલન થતું ન હોવાનું સામે આવ્યું હતું. કાયદાકીય રીતે જે જીએસટી દર ભરવાનો હોય છે તેના કરતાં ઓછી રકમની ભરપાઈ કરી સંચાલકો જીએસટી ચોરી કરતા હોવાની માહિતી મળતા કે જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. 16 હોટલ અને હોમ સ્ટેના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જીએસટી વિભાગના 40 જેટલા અધિકારી-કર્મચારી આ સર્ચમાં જોડાયા હતાં. ચાલુ મોન્સૂન સીઝનમાં સુરત યુનિટના અધિકારીઓ સામાન્ય પ્રવાસીઓના સ્વાંગમાં સાપુતારા પહોંચ્યા હતાં. જીએસટી વિભાગે સીસીટીવી, ડીવીઆર જપ્ત કર્યા હતા અને હોટેલના રિટર્નનું એસેસમેન્ટ શરૂ કર્યું હતું.

3.56 કરોડની જીએસટીની કર ચોરી પકડી પાડી
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, હોટલના રૂમો પેક થઇ જતા હતા છતા ખાલી દર્શાવીને જીએસટી ઓછો ભરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત કોમ્પ્લીમેન્ટરી રૂમની સેવાઓ ઉપર તેમજ વાઉચર કે કુપન આધારિત રૃમની સેવાઓ ઉપર વેરો ભરવાનો થતો હતો. તેમજ જીએસટી કાયદા હેઠળ જે દરે વેરો ભરવાનો થતો હોય તેના કરતા ઓછા દરે વેરો ભર્યો હતો. જીએસટી વિભાગના દરોડા દરમિયાન 16 સંચાલકોએ 3.56 કરોડની જીએસટીની કર ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું જે મામલે કાર્યવાહી કરાતા 2.41 કરોડ ની કરચોરી સંચાલકો દ્વારા ચૂકવી દેવામાં આવી હતી.

Most Popular

To Top