SURAT

નીટમાં સુરતનો આ વિદ્યાર્થી દેશમાં સેકન્ડ આવ્યો

સુરત: નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની મેડીકલ કોલેજમાં (Medical College) પ્રવેશ મેળવવા માટે લેવામાં આવેલી નીટ (NEET) મેઈન પરીક્ષાનું (Exam) આજે તા. 8 સપ્ટેમ્બર 2022ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં પી.પી.સવાણી (PPSavani) સેન્ટર ફોર એક્સેલન્સના જાદવ વરદ વૈભવભાઈ (VaradJadav) 700 માર્ક્સ મેળવીને સમગ્ર ભારતમાં EWS કેટેગેરીમાં બીજો રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી. આ ઉપરાંત અન્ય વિદ્યાર્થી (Student) જેમીષ અશોકભાઈ લાદુમોર નામના વિદ્યાર્થીએ 680 માર્ક્સ મેળવીને સમગ્ર ભારતમાં સુરતનું નામ રોશન કર્યું હતું.

આ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્ય દીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા. અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી. આ તબક્કે ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓને પી.પી.સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણીએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

વરદ જાદવે કહ્યું કે, મને બાળપણથી જ મેડિકલ ક્ષેત્ર માટે આકર્ષણ હતું. મારે આ ક્ષેત્રમાં જ શિક્ષણ લઈ કારકિર્દી ઘડવાની ઈચ્છા છે. નીટની પરીક્ષા માટે મેં સતત તૈયારી કરી હતી. નિયમિત અભ્યાસ કરતો હતો. સખત પરિશ્રમ કરો તો સફળતા મળે તેવું મારું માનવું છે. શિક્ષકોએ મારા અભ્યાસ પર પૂરતું ધ્યાન આપ્યું હતું. તેથી હું સફળતા મેળવી શક્યો છું. પરિવારે કોઈ દબાણ કર્યું નહોતું તેથી હું ભાર વિના અભ્યાસ કરી શક્યો હતો.

વડોદરાના ઝીલે દેશમાં 9 મો નંબર મેળવ્યો
સુરતના વરદ જાદવે દેશમાં બીજો નંબર મેળવ્યો છે તો બીજી તરફ વડોદરાના ઝીલ વ્યાસે દેશમાં 9 મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ઝીલે 99.9992066 પર્સેન્ટાઈલ મેળવ્યા છે જ્યારે દેશમાં પ્રથમ આવેલી તનિષ્કાએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

NEET UG ની પરીક્ષા 17 જુલાઈએ લેવાઈ હતી
NEET UG 2022ની પરીક્ષાનું આયોજન ગઈ તા. 17 જુલાઈના રોજ કરાયું હતું. આ પરીક્ષામાં દેશભરમાંથી કુલ 18,72,343 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બે મહિનાથી વિદ્યાર્થીઓ રિઝલ્ટની રાહ જોઈ રહ્યાં હતાં. આજે ઉમેદવારોનું પરીણામ જાહેર થયું છે. પરીક્ષામાં સામેલ તમામ ઉમેદવારો nta.ac.in અને neet.nic.in પરથી સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

Most Popular

To Top