Charchapatra

પુરાણોથી પુષ્ટ દેવમહિમા

ભગવાન ગણેશની અલૌકિક શકિતના દર્શન કરાવતું ગણેશ સાહિત્ય ગુજરાતમિત્રની સત્સંગ, ગોચર અગોચર પૂર્તિ દરેક વારની પૂર્તિમાં વાચવા મળશે. ભાદરવા મહિનાની ગણેશચતુર્થીથી અનંતચતુર્થી સુધી વાંચવા મળશે. ગણેશ પુરાણમાં (1) ઉપાસના ખંડ (2) ગણેશ જન્મ ખંડ (3) ક્રિફખંડ (4) આરાધના ખંડ, (5) શ્રી ગણેશ મહિમાખંડ પાંચ ખંડોમાં આપણી ભવ્ય ભારતીય સંસ્કૃતિના વિવિધ રૂપ  વર્ણવવામાં આવ્યા છે. સુષ્ટિની ઉત્પતિનું કથન ગણેશપુરાણ મહાત્મા બ્રહ્માજીનું ગર્વખંડન, અનંત બુધ્ધતેનું દર્શન, દેવોની તપશ્ચર્યા અને ગણેશપંપાકટ, ચંદ્રને ભગવાન ગણેશનો શ્રાપ, પરશુરામનું ગણેશ વ્રત વગેરે ભાવપૂર્ણ મનોહર શૈલીમાં આલેખવામાં આવેલ છે. ભગવાન ગણેશની દિવ્યલીલા અને ગણેશ પાગટ્ય કથા કૈલાશમાં ગણેશ જન્મોત્સવ, શનિની દૃષ્ટિ અને ગણપતિનું છિન્ન મસ્તક, ગજમુક અગ્ર-પુજાના અધકારી, મહાભારતના લહિયા ગણેશ તથા પરબ્રહ્મ ગણેશના આઠ અવતારની કથા વર્ષાવેલ છે. મહર્ષિ વેદ વ્યાસ રચિત ભક્તિ રસથી ભરપૂર અદભૂત અને અલૌકિક ગ્રંથ શ્રી ગણેશ પુરાણ તેના પ્રચાર દ્વારા પ્રજામાં ધર્મ અને સંસ્કૃતિને જીવંત રાખ્યા છે અને જનતામાં ભાગવત ધર્મ કહો કે ભકિત ધર્મ કહો તે પુરાણોથી પુષ્ટ છે. જીવન છે.
સુરત              -જીવણ પડાયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પૂજાપો

પૂજા-અર્ચન, આરાધના-ઉપાસના માટે ફૂલ, હાર વગેરે પૂજાપો ઉપયોગમાં લેવાય છે. પૂજાપાનો સદુપયોગ એક સારો વિચાર છે. હાલ ગણેશોત્સવની ધૂમ મચી છે. સાર્વજનિક મહોત્સવ અને ઘરોમાં પણ શ્રીજીની પ્રતિમાઓનું મોટાપાયે સ્થાપન થયેલું હોય રોજબરોજ પૂજાપો એકઠો થાય. વાજતેગાજતે વિસર્જન થશે જેમાં ડી.જે., ઢોલ-નગારા અને અબીલ-ગુલાલની છોળો ઉડશે. પૂજાપો ભેગો થશે.નવસારી પંથકમાં વિસર્જન માટે જુદા-જુદા ઓવારામાં પૂર્ણાનદીના વિરાવળ, જલાલપોર, ધારાગીરી અને દાંડીના દરિયા કિનારે વિશાળ ભાવિક ભક્તજનો સાથે લોકસમૂહ ઉમટી પડશે. બીજું વિરાવળ પૂર્ણાં નદીના કિનારે અનેક પોઓપીની પ્રતિમાઓના વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવાયું છે.  અહીં વાત કરવી છે પૂજાપાની. નવસારી- વિજલપોર નગરપાલિકાના સુંદર કાર્યની-આયોજનની નોંધ લેવી જોઈએ. નવસારીમાં સાર્વજનિક ગણેશ મંડળો અને ઘરોમાં શ્રીજી પૂજા માટેનો જે પૂજાપો નીકળે તેમાં ફૂલ, હાર વગેરે પૂજાપો ભેગો કરી બાજપેય ગાર્ડન નજીક બનાવવામાં આવેલ પીટ કમ્પોસ્ટ ખાતે ઠાલવી ખાતર બનાવવામાં આવી રહ્યું છે. સારા વિચારોના અમલીકરણમાં ભાગ લેનાર સૌ અભિનંદનના અધિકારી છે, તે સૌને પ્રણામ. આવું કાર્ય દેશભરમાં અમલી બને તે આવકાર્ય. ચાલો શ્રી ગણેશ કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top