Business

સાયરસ મિસ્ત્રીના મોત બાદ સરકારે એમેઝોન પર આ વસ્તુના વેચાણ માટે લગાવી દીધો પ્રતિબંધ

એક્સ ટાટા ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) કાર એક્સિડેન્ટમાં (Accident) મોત થયા બાદ સરકારે શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન માટે એક આદેશ જાહેર કર્યો છે અને એક પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. 54 વર્ષીય બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનો ભયંકર કાર અકસ્માત થયો હતો. સાઇરસ મિસ્ત્રી પોતાની ગાડીમાં પાછળ બેસ્યા હતા અને તેમણે સીટ બેલ્ટ (Seat Belt) લગાવ્યો ન હતો. તે આ અકસ્માતનો શિકાર બન્યા ત્યારબાદથી સીટ બેલ્ટના મહત્વ પર ચર્ચાઓ અને તપાસનો દોર શરૂ થયો છે. દરમિયાન સરકારે શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન (Amazon) માટે એક આદેશ જાહેર કર્યો છે અને એક પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ (Restriction) લગાવી દીધો છે. 

નિતિન ગડકરીએ અમેઝોનને રિકવેસ્ટ કરી છે કે તે પોતાની સાઇટ પર એલાર્મ બ્લોકર્સને વેચવાનું બંધ કરી દે. એક ઇન્ટરવ્યુમાં નિતિન ગડકરીએ કહ્યું કે લોકો અમેઝોન પરથી ક્લિપ્સ ખરીદી લે છે જેનો ઉપયોગ સીટ બેલ્ટના એલાર્મને બ્લોક કરવામાં થાય છે. અમેઝોનને આ પ્રોડક્ટનું વેચાણ બંધ કરવાને લઇને નોટિસ મોકલવામાં આવી છે.  

તમને જણાવી દઇએ કે NCRB 2021ના  રિપોર્ટ અનુસાર ભારતમાં રોડ અકસ્માતોના લીધે 1,55,622 મોત થયા છે. તેમાંથી 69,240 અકસ્માત ટૂ વ્હીલર્સના થયા છે. World Bank ના એક રિપોર્ટ અનુસાર ભારતના ડેથ ટોલ રેકોર્ડ અનુસાર દર ચાર મિનિટે એક ડેથ થાય છે. 

ઓનલાઈન ફેસ્ટીવલ સેલ 28 ટકા વધીને $11.8 બિલિયન થવાની ધારણા
ઈ-કોમર્સ કંપનીઓનું આ વર્ષે તહેવારોની સિઝનમાં વેચાણ વાર્ષિક ધોરણે 28 ટકા વધીને $11.8 બિલિયન થવાની અપેક્ષા છે. આ અંદાજ રેડસીરના એક અહેવાલમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. વ્યૂહાત્મક સલાહકાર ફર્મ રેડસીરે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે 2018ની સરખામણીમાં આ વર્ષે તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી કરનારાઓની સંખ્યા બમણી થવાની ધારણા છે. રેડસીર (RedSeer) અનુસાર તહેવારોની સીઝન દિવાળીના મહિનામાં પ્રથમ સેલ ઇવેન્ટથી દિવાળી સુધી ચાલે છે.

અહેવાલ મુજબ દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે. રેડસીરનો અંદાજ છે કે તહેવારોના મહિના દરમિયાન ઓનલાઈન વેચાણ $11.8 બિલિયન સુધી પહોંચશે જે પાછલા વર્ષની સરખામણીએ 28 ટકાનો વધારો છે. રેડસીરે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ સપ્તાહમાં જ વેચાણ US$5.9 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે જે પાછલા વર્ષની સરખામણીમાં 28 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સના એસોસિયેટ પાર્ટનર સંજય કોઠારીએ જણાવ્યું હતું કે અમારું અનુમાન છે કે 2018ની સરખામણીમાં ઓનલાઈન ખરીદી કરનારાઓની સંખ્યામાં લગભગ ચાર ગણો વધારો થયો છે. આ વૃદ્ધિ વેપારીઓ દ્વારા ઝડપી ડિજિટલ સેવા અપનાવવા અને ટાયર-2 શહેરોમાં વધતા પ્રવેશને કારણે થાય છે. ફેશન સાથે ઑનલાઇન શોપિંગ પ્રવાસ, વધુ સારા સોદા અને નવા લોન્ચ દ્વારા ઉત્સવના વેચાણ દરમિયાન મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટ મજબૂત રહેવાની અપેક્ષા છે. સાથે જ ઓફલાઈન વેચાણમાં પણ તેજી જોવા મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનામાંથી રાહત મળ્યા બાદ આ વખતે લોકો જોરદાર ખરીદી કરશે.

Most Popular

To Top