SURAT

સુરતના ટેનિસ ક્લબમાં મહિલાઓએ ઉજવ્યો હાઉઝી થીમ ઉપર ગણેશ ઉત્સવ

સુરત : ગણપતિ બાપ્પાના અનેક નામો છે.જેના અલગ-અલગ નામો ઉપરથી સુરત ટેનિસ ક્લબના (Surat Tennis Club) ફિટનેસ કીટી ગ્રુપના (Fitness Kitty Group) સભ્યો દ્વારા ગણપતિ બાપ્પાના નામો ઉપર હાઉઝી (Houzi )ની રમત રમાડવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સાહી ગ્રુપના દરેક સભ્યોએ રમતમાં ભાગ લઇને એક પછી એક પઝલ (Puzzle) કુનેહ પૂર્વક ઉકેલી રમતને ખુબ જ રસપ્રદ બનવી હતી. હાઉઝીનો જવાબ સોલ્વ થતા સભ્યોએ બાપ્પાના જુદા જુદા નામ બોલવાના હતા.

ગણેશજીની થીમ ઉપર કિટીપાર્ટી યોજવામાં આવી
સુરત શહેરના નામાંકિત કલ્બ એવા સુરત ટેનીસ કલ્બની ફિટનેસ કીટી ગ્રુપની મહિલાઓ દ્રારા હાલ ચાલી રહેલ ગણેશઉત્સવ દરમ્યાન ગણેશજીની થીમ ઉપર કિટીપાર્ટી યોજવામાં આવી હતી.આ ગ્રુપના સભ્યો દ્રારા ગણેશજીની કીટીપાર્ટીમાં ધાર્મીક હેતુ જળવાઈ રહે તેની પણ કાળજી રાખવામાં આવી હતી. ખુબ જ નવા એવા આ કોન્સેપ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની થીમ તદન અલગ પ્રકારની રાખવામાં આવી હતી.રમત શરુ થતા પહેલાપ્રથમ પૂજનીય દેવા એવા ગણેશજીની પુજા અને આરાધના કરી કીટીનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. કીટીમાં કુલ 24 જેટલા સભ્યોએ ખુબજ ઉત્સાહ સાથે ભાગ લઇને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કિટી હાઉઝી ઈન્ડીયન ટ્રેડીશનલ ડ્રેસકોડ રાખવામાં આવ્યો
હવે ગણેશજીના પર્વ ને અંતીમ દિવસો ચાલે છે. તો બીજી બાજુએ ગણેશ ભકતોમાં આ પર્વનો અનેરો ઉત્સાહ પણ સાફ દેખાઈ આવે છે. આ ગણેશજીની કિટીપાર્ટીમાં, મહીલા સભ્યોએ દુંદાળા દેવ ગણેશજીના અલગ અલગ નામોની હાઉઝી કિટી રમાડવામાં આવી હતી. અને આ કિટી હાઉઝીમાં ઈન્ડીયન ટ્રેડીશનલ ડ્રેસકોડ રાખવામાં આવ્યો હતો. કીટીપાર્ટીના દરેક સભ્યોએ યેલ્લો અને ઓરન્જ કલરના એક જેવો ડ્રેસકોડ પરિધાન નક્કી કરાયો હતો. તેમજ ગણેશજીની સ્થાપીત પ્રતિમાની આસપાસ ફુલોનું અને દિવાઓનુ ડકોરેશન પણ કરવામાં આવ્યું હતું, તેમજ આયોજનના તદન જુદા પ્રકારના કોન્સેપ્ટના અંતે ભકતોમાં પ્રસાદી સ્વરૂપે મોદક અને હેલધી ટ્રીટ ખજુર પાકની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

ગ્રુપની દરેક મહિલા સભ્યો એક્ટિવ રહેવામાં વિશ્વાસ કરે છે
સુરત ટેનિસ કીટી ગ્રુપ વર્ષ દરમ્યાન આવતા દરેક તહેવારોને ઉત્સાહ પૂર્વક રીતે ઉજેવેં છે. ગ્રુપ ફિટનેસને લઇને એટલા જ અવેર રહે છે.દરેક મહિલા સભ્યો નિયંમિત એરોબિક્સ અને વ્યાયામ કરીને તેમને ફિટ રાખે છે અને બીજાને પણ ‘કિપ યોરસેલ્ફ ફિટ’ રાખવાની પ્રેરણા આપતું રહે છે. ઉપરાંત ગ્રુપ અનેકો સામાજિક પ્રવૃતિ કરવામાં પણ એટલોજ જોશ બતાવે છે. ટેનિસ ક્લબ કીટી ફિટેન્સ ગ્રુપના સભ્યોમાં મોટી ઉંમરની મહિલાઓ પણ છે જેઓ નિયમિત રીતે અરોબીક્સ કરીને તેમને એકદમ જ ફિટ એન્ડ ફાઈન રાખી છે.

Most Popular

To Top