Business

સાયણ સુગરનો નવી પિલાણ સિઝનમાં ૧૦ લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક

દેલાડ: ઓલપાડ, કામરેજ, ચોર્યાસી, માંગરોળ સહિતના તાલુકાના ભૂમિપુત્રોની કામધેનુસમાન સાયણ સુગર ફેક્ટરીએ (Sayan Sugar Factory) નવી પિલાણ સિઝનમાં સુગર મિલ ૧૦ લાખથી વધુ મે.ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક (Target) સિદ્ધ કરે તેવા આશાવાદ સાથે સુગર મિલના બોઈલરમાં અગ્નિ પ્રગટાવ્યો હતો.દ.ગુ.ની અગ્રગણ્ય સુગર ફેક્ટરીમાં ગણના થતી શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ (Sugar Industry) મંડળીમાં (Society) તા.૨૬ સોમવારે સવારે-૯:૩૦ કલાકે માં જગદંબાની આરાધનાના પ્રથમ નોરતાના પવિત્ર દિને સુગર મિલમાં સંસ્થાના ઉપપ્રમુખ મનુ પટેલના હસ્તે બોઈલરની પૂજા-અર્ચના વિધિ કરવામાં આવી હતી.

શેરડી પિલાણનું શુભ કાર્ય આગામી માસના અંત સુધીમાં શરૂ
બાદ ઉપપ્રમુખ સાથે સુગરના બોર્ડ ઓફ ડિરેક્ટરો બોઈલરમાં અગ્નિ પ્રગટાવવાની પ્રદીપન વિધિ સંપન્ન કરવામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે, સને-૨૦૨૨-૨૦૨૩ની નવી પિલાણ સિઝનમાં અમે અંદાજિત ૧૦,૦૦,૦૦૦ મે.ટનથી વધુ શેરડીનું પિલાણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જ્યારે ચાલુ વર્ષે વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેતાં અમો શેરડી પિલાણનું શુભ કાર્ય આગામી માસના અંત સુધીમાં શરૂ કરવાનો આશાવાદ સેવી રહ્યા છે. આ પ્રસંગે જાગૃત સભાસદો, બોર્ડ ઓફ ડિરેક્ટરો, સુગરના મેનેજિંગ ડિરેક્ટર સહિત સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top