Gujarat

લોકસભાની બધીજ બેઠકો 5 લાખ મતોથી જીતવાની છે – પાટીલે કાર્યકરોને ટાર્ગેટ આપ્યો

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) હવે લોકસભાની બધીજ બેઠકો 5 લાખ મતોની સરસાઈથી જીતવાની છે. તે માટે તમામ કાર્યકરોએ મહેતન કરવી પડશે, તેમ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહયું હતું. કમલમ કાર્યાલયમાં અનુ.જાતિ મોરચાની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધન કરતાં પાટીલે વધુમાં કહયું હતું કે , દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી સમાજના વિકાસ માટે સૌનો સાથ,સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ સૌના વિકાસના મંત્રને સફળ પ્રયત્ન કરવા આવ્યા તેના કારણે લોકોનો વિશ્વાસ વધ્યો છે. રાજય અને કેન્દ્રમાં ભાજપ સત્તામાં છે જેથી સમાજને પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે.રાજયના ચૂંટાયેલા ધારાસભ્યોએ આદિવાસી સમાજને રાજય તથા કેન્દ્રની બધીજ યોજનાઓના લાભો મળે તેવા પ્રયાસ કરવા જોઈએ.

કોંગ્રેસની નેતાગીરી પર આકરા પ્રહાર કરતાં પાટીલે કહયું હતું કે , કોંગ્રેસ આદિવાસી સમાજના લોકોને પોતાના ખીસ્સામાં છે તેમ માનતી કોંગ્રેસે આજદીન સુઘી મહત્વના પદ પર આદિવાસી સમાજને જવાબદારી આપી નથી. કોંગ્રેસે આદિવાસી સમાજનો ઉપયોગ ફકત મતદાર તરીકે કર્યો છે પરંતુ પીએમ નરેન્દ્ર મોદીએ દ્રોપદી મુર્મુને પહેલા ગવર્નર બનાવ્યા અને પછી રાષ્ટ્રપતિ બનાવ્યા એટલુ જ નહી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ તેઓ સૌથી વધુ મતેથી જીત્યા પણ છે. કોંગ્રેસ ગુજરાતમાં ભાગલા પાડો ને રાજ કરોની રાજનીતી કરતી હતી. આજે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે ત્યારે સરકારનો લાભ લઇ આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરજો અને દરેક સરકારી યોજનાનો લાભ આદિવાસી સમાજને મળે તે માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરજો.

Most Popular

To Top