Gujarat

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ કરણીસેનાનો સોશિયલ મીડિયામાં વિરોધ, મહિલા અધ્યક્ષ પદ્મિનીબાએ કહી આ વાત

પરષોત્તમ રૂપાલાએ (Parsottam Rupala) ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજનો વિરોધ (Protest) વધતો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ પ્રદર્શનો અને સાંસદની ટિકીટ પાછી ખેંચવાની માંગ ઉઠી છે. ત્યારે કરણી સેનાના મહિલા અધ્યક્ષનું પણ નિવેદન સામે આવ્યું છે.

ગોંડલના સેમળામાં ક્ષત્રિય સમાજની બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ તેમના નિવેદન બાબતે માફી માગી હતી. માફી માગ્યા બાદ પણ કરણી સેનામાં વિરોધ યથાવત્ જોવા મળી રહ્યો છે. ગઈકાલે યોજાયેલા સંમેલનને કરણીસેનાએ રાજકીય સંમેલન ગણાવ્યું છે. કરણી સેનાનાં મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ નિવેદન આપ્યું હતું કે રુપાલાની ટિકિટ રદ્દ કરવામા આવે તેવી અમારી માંગ છે. જયરાજસિંહ સમાજનાં નિર્ણય ન લઈ શકે. અમે રુપાલાને માફ નથી કર્યા. અમારો વિરોધ ચાલુ રહેશે.  ક્ષત્રિય સમાજ અંગે નિર્ણય કરનારા જયરાજસિંહ કોણ છે? તેમણે કહ્યું કે ગઈકાલે જે સંમેલન મળ્યું હતું તે રાજકીય સંમેલન હતું.

કરણીસેનાનું કહેવું છે કે અમારી એક જ માંગ છે કે ભાજપ દ્વારા ગમે તે સમાજને ટિકીટ આપવામાં આવે. અમે ક્યાં એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજને ટિકીટ આપો પરંતુ પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્ થવી જોઈએ. જણાવી દઈએ કે ગુજરાતના રાજકોટમાંથી વિવાદ શરૂ થયો હતો જે વધીને રાજ્યના બીજા જિલ્લાઓ સુધી પહોંચ્યો છે, અને ધીમે ધીમે પરસોત્તમ રૂપાલા વધુ ભીંસમાં આવવા લાગ્યા છે. ખેડા જિલ્લા કરણીસેના આગેવાનોનો સોશિયલ મીડિયામાં વિરોધ જોવા મળી રહ્યો છે. રૂપાલાનો વિરોધ કરતું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યુ છે. ‘ભાજપ સે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં એવા લાખણનું પોસ્ટર વાયરલ થઇ રહ્યુ છે.

શું છે મામલો?
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ તાજેતરમાં જ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેમણે રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો તેમની સાથે વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યા છે. આ નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં તેમનો વિરોધ કરાઈ રહ્યો છે.

Most Popular

To Top