Gujarat

આખરે ગુજરાત હાઈકોર્ટના નિરીક્ષણ બાદ BJP સરકારને ભાજપ શાષિત મોરબી નગરપાલીકા સુપરસીડ કરવી પડી


ગાંધીનગર: દાદાની સરકારને આખરે ગુજરાત હાઈકોર્ટના (Gujarat Highcourt) આદેશના પગલે ખુદ ભાજપ (BJP) શાષિત મોરબી (Morbi) નગરપાલીકા સુપરસીડ કરવી પડી છે. આજે મોરબી નગરપાલીકા સુપરસીડ થઈ જતાં નગરપાલીકાના ચીફ ઓફિસરનો ચાર્જ મોરબીના અધિક કલેકટર નરેન્દ્ર મુછાળાને ચાર્જ અપાયો છે.

મોરબી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં 134 નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યો હતો. તે પછી સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્યુઓ મોટ સુનાવમી હાથ ધરાઈ હતી જેમાં ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ શાહને દંડ ફટકાર્યો હતો. તે પછી ગુજરાત હાઈકોર્ટે એવુ પણ નિરીક્ષણ કર્યુ હતું કે શા માટે મોરબી નગરપાલીકાને સુપરસીડ ના કરવી જોઈએ ? આ બાબતે પણ રાજય સરકારે વિચારવુ જોઈએ. ગુજરાત હાઈકોર્ટના આદેશ તથા નિરીક્ષણને પગલે આજે રાજય સરાકરના શહેરી વિકાસ વિભાગે મહત્વનો નિર્ણય લઈને આખરે મોરબી નગરપાલીકા સુપરસીડ કરી દીધી છે. ખાસ કરીને 52 સભ્યોની મોરબી નગરપાલીકામાં તમામ 52 સભ્યો ભાજપના હતા. જો કે ઝુલતા પુલની દુર્ઘટનામા મોરબી નગરપાલીકાના કારભારીઓએ કયાંક કાચુ કાપ્યુ હોય તેમ લાગી રહયુ છે.

ઝુલતા પુલના સમારકામનો કોન્ટ્રાકટ જેની પાસે કોઈ પણ પ્રકારનું નિષ્ણાંત જ્ઞાન નથી તેવા ઓરેવા ગ્રુપના સંચાલકોને આપ્યુ હતું. જયારે ઓરેવા ગ્રુપ દ્વારા આ કામગીરી પેટા કોન્ટ્રાકટરને આપી દેવાયુ હતું. જેમા ઝુલતા પુલ પર કોી સમારાકમ કરવાને બદલે માત્રને માત્ર કલર પીંછુ મારી દેવાયુ હતું. જેનું બિલ 2 કરોડ બનાવાયુ હતું. આ દુર્ઘટનામાં બાળકો સહિત 134 લોકોનું મૃત્યુ થયુ હતુ. આ પુલ શરૂ કરતાં પહેલા કોઈ ફિટનેશ સર્ટિફિકેટ પણ લેવાયુ નહોતું.આ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના સંચાલક એવા જયસુખ શાહની પણ ધરપકડ કરાઈ છે.

Most Popular

To Top