Gujarat

અમરેલી ભાજપના ઉમેદવાર સામે ઉકળતા ચરુ જેવી સ્થિતિ- વિરોધમાં લાગ્યા પોસ્ટર, ‘હમ ખાઈને કહેજો..’

ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણીમાં (Election) ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ આંતરિક ડખો ખૂલીને બહાર આવ્યો છે. એક પછી એક લોકસભા બેઠકના ઉમેદવારો સામે ભાજપમાં આંતરિક વિરોધ ખૂલીને રસ્તા પર આવી રહ્યો છે. અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સામે પણ ભાજપમાં આંતરિક રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે, અને ઠેર ઠેર ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. જેને કારણે સમગ્ર અમરેલી લોકસભા વિસ્તારમાં રાજકીય ગરમાટો આવ્યો છે.

  • અમરેલી ભાજપના ઉમેદવાર સામે ઉકળતા ચરુ જેવી સ્થિતિ- ઉમેદવારના વિરોધમાં ઠેર ઠેર પોસ્ટર લગાવાયા
  • ‘હમ ખાઈને કહેજો ભરત સુતરિયા હાલે?’ -ઉમેદવાર બદલવાની માગ ઉગ્ર બની

લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત થયા બાદ ભાજપ માટે માથાના દુખાવા સમાન પરિસ્થિતિ ઊભી થઈ છે. રાજ્યની 26 લોકસભા બેઠકમાંથી લગભગ છ થી સાત બેઠકો પરના ઉમેદવારો સામે ભાજપમાં આંતરિક રોષ ખોલુને બહાર આવ્યો છે. ઉમેદવારો સામેના વિરોધની શરૂઆત વડોદરાથી થઈ, ત્યાર પછી સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, રાજકોટ, લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારોનો વિરોધ હજુ શાંત થયો નથી.

અમરેલીમાં પણ ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા સામે આંતરિક રોષ ઉભો થયો છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે. ‘બદલો ભાઈ ચાર પાસ છે’, ‘ભાજપનો ઉમેદવાર બદલો અમરેલી નો અવાજ’, ‘હમ ખાઈને કહેજો ભરત સુતરિયા હાલે’ જેવા પોસ્ટરો સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.

Most Popular

To Top