Vadodara

હરણી બોટકાંડમાં તેજલ દોશી અને નેહા દોશીના જામીન નામંજૂર 

  • લેકઝોનમાં આ બંને ભાગીદાર હોવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી 
  • સેશન્સ કોર્ટ દ્વારા બીજી વખત જામીન નામંજૂર કરવામાં આવ્યા 

હરણી  બોટકાંડમાં જેલવાસ ભોગવી રહેલા તેજલ દોશી અને નેહા દોશીએ સેશન્સ કોર્ટમાં નિજી વખત જામીન અરજી કરી હતી જો કે કોર્ટે વકીલોની દલીલો ગ્રાહ્ય રાખી આ બંનેની જમીન અરજી ફગાવી દીધી હતી. 

શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં જાન્યુઆરી મહિનામાં ગોઝારી ઘટના ઘટી હતી અને તેમાં 12 બાળકો તેમજ બે શિક્ષિકાઓના મૃત્યુ થયા હતા. સમગ્ર ગુજરાતને આ ગોઝરી ઘટનાએ હચમચાવી દીધા હતા. જો કે આ ઘટના બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયું હતું અને 20 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં લેકઝોનના ભાગીદારોનો પણ સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી નેહા દિપેનકુમાર દોશી અને તેજલ આશિષકુમાર દોશી દ્વારા સેશન્સ કોર્ટમાં બીજી વખત જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં શનિવારે સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આર.સી.કોડેકર અને ભોગ બનનાર પરિવાર તરફે હિતેશ ગુપ્તા દ્વારા ઊંડાણપૂર્વક તથ્યો અને દલીલો કરવામાં આવી હતી જેના પગલે કોર્ટ દ્વારા બંનેના જામીન નામંજૂર કર્યા હતા. આ ગંભીર ઘટનામાં મૃતકોના પરિવારજનો હજુ પણ સદમામાં છે અને તેઓએ જે ગુમાવ્યું છે તે ક્યારેય ભરપાઈ નહિ કરી શકાય. ત્યારે આરોપીઓએ હજુ પણ જેલવાસ ભોગવવો પડશે. 

Most Popular

To Top