SURAT

સુરત: મારામારીના ગુનામાં બે આરોપીઓ દોષી પરંતુ કોર્ટે આ કારણે સજા ન કરી

સુરત: (Surat) વર્ષ 2011માં પાંડેસરા વિસ્તારમાં થયેલી મારામારીના ગુનામાં બે આરોપીઓને (Accused) કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા. જોકે કોર્ટે તેમને સજા ન કરીને સારી વર્તનના આધારે તેમને કેટલીક શરતોને આધિન જામીન ઉપર મુક્ત કર્યા હતાં.

  • મારામારીના ગુનામાં બે આરોપીઓ દોષી,પરંતુ કોર્ટે સજા ન કરીને શરતોને આધિન સજામાંથી મૂક્તિ આપી
  • આરોપીઓએ એક વર્ષમાં કોઈ ગુનો કરવો નહીં કે ગુનામાં મદદ કરવી નહીં, કોર્ટની મંજુરી વગર એક વર્ષ સુધી રહેઠાણનું સરનામું બદલવું નહીં

કેસની વિગત એવી છે કે ફરિયાદી રાજુ ધરમચંદ શાહ પાંડેસરામાં દુકાન ચલાવે છે. આરોપીઓ પ્રજ્ઞેશ રામુ બારૈયા અને રામુ મોહન બારૈયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક છે. છે. 31 જાન્યૂઆરી 2011ના રોજ આરોપીઓ ફરિયાદીની દુકાન સામે કાર ઊભી રાખીને જોર-જોરથી હોર્ન વગાડતા ફરિયાદીએ તેમને હોર્ન વગાડવાની ના પાડી હતી. તેથી આરોપીઓએ ઉશ્કેરાઈને ફરિયાદી ઉપર સળીયા અને લોખંડના પંચથી હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ બારૈયા અને રામુ બારૈયાને મારામારીના ગુનામાં કસૂરવાર ઠેરવીને બંનેને 6 મહિનાની સાદી કેદ અને 1500-1500 રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો હતો.

પરંતુ આરોપીઓના એડવોકેટે કોર્ટમાં દલીલ કરી હતી કે બનાવના સમયે આરોપી પ્રજ્ઞેશ માત્ર 19 વર્ષનો હતો. આરોપી રામુ મોટી ઉંમરના છે. આ પહેલા કોઈ ગુનામાં તેઓ સંડોવાયેલા નથી અને બનાવ બાદ પણ છેલ્લા 13 વર્ષમાં તેઓ કોઈ ગુનામાં સંડોવાયેલા નથી. તેથી પ્રોબેશનનો લાભ અથવા ઓછામાં ઓછી સજા કરવી જોઇએ. કોર્ટે નોંધ્યું કે આરોપીની આર્થિક અને સામાજિક પરિસ્થિતી ધ્યાને લેતા તેમજ આરોપી સામેના કેસને 13 વર્ષ જેવો સમય વીત્યો છે અને તે દરમિયાન આરોપીઓ કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા નથી. તેથી પ્રોબેશનનો લાભ આપી શકાય એવું નોંધીને એક વર્ષ માટે 20 હજાર રૂપિયા જાતજામીન તથા તેટલીજ રકમના જામીનખત રજૂ કરીને સારા વર્તનની દલીલ માન્ય રાખી કેટલીક શરતોને સજામાંથી મુક્ત કર્યા હતા. શરતોમાં આરોપીઓએ એક વર્ષની મુદત સુધીમાં કોઈ ગુનો કરવો નહીં કે ગુનામાં મદદ કરવી નહીં. આરોપીઓએ કોર્ટની પૂર્વ મંજુરી સિવાય રહેઠાણનું સરનામું એક વર્ષ સુધી બદલવું નહીં. શરતોનો ભંગ થવાથી આરોપીઓએ કોર્ટે ફરમાવેલ સજા ભોગવવાની રહેશે.

Most Popular

To Top