કોઈપણ ચૂંટણી યોજાય તેમાં લોકોનો જનાદેશ માન્ય ગણવો જ પડે. ચુંટણીમાં કોઈ પક્ષ ને બહુમતી મળે તે મા જે કંઈ અજુગતું થયું હોય ત્યારે તેને કાયદાથી પડકાર વો જોઈએ. તાજેતરમા બંગાળમાં થયેલ ચૂંટણીમાં મમતા બેનરજીની હાર થઈ અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. નિયમ મુજબ મુખ્ય પ્રધાનપદના પદેથી રાજીનામું આપવું પડે તેમ છતાં રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો તે બંધારણની વિરૂદ્ધ છે. અત્યાર સુધીમાં થયેલ ચૂંટણીમાં કોઈની પણ જીત ન થઈ હોય ત્યારે તેઓએ હોદ્દા પરથી રાજીનામું આપવું પડ્યું છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે, માટે મમતા બેનરજીનો પદ છોડવાનો નિર્ણય બંધારણની વિરૂદ્ધ છે.
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વિજય જનનાયક બનશે કે પછી ખલનાયક?
તમિલનાડુમાં જે વરિષ્ઠ અને પ્રસિધ્ધ અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંત કે કમલહસન નથી કરી શકયા તે નેતા બનેલા વિજય તેમની પાર્ટી ટીવીકેને 107 સીટો આપી હાલમાં જનનાયક બન્યો છે. અન્ય નેતાઓની જેમ તમિલનાડુની પ્રજાને ચૂંટણી પહેલાં જે વચનો આપ્યાં છે તે પૂરાં કરશે એ સમય બતાવશે? જેમાંનું એક વચન દરેક કન્યાને લગ્નમાં 8 ગ્રામ સોનું આપવાનું એવાં બીજાં અનેક વચનો તમિલનાડુની પ્રજાને આપ્યાં છે. રાજકારણનો ઇતિહાસ છે કે નેતાઓ આપેલાં વચનો કદી પૂરાં કરતાં નથી. હવે જોવાનું એ છે કે અભિનેતામાંથી નેતા બનેલો વિજય પ્રજા માટે જનનાયક બનશે કે ખલનાયક એ પણ આવનારો સમય જ બતાવશે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે