Gujarat

પ્રેમી-યુગલો માટે ચેતવા જેવો કિસ્સો ! અને કોઈ પોલીસ બનીને રોકે તો ચેતજો અમદવાદમાં કંઈક થયું આવું

અમદાવાદ : અમદાવાદમાં ફરી નકલી પોલીસનો (Fake police) આતંક સામે આવ્યો છે. નકલી પોલીસ બનીને પ્રેમી યુગલને (loving couple) ટાર્ગેટ (T arget ) કરી ધમકી આપી પૈસા પડાવવાની ઘટના સામે આવી છે. પોલીસે એક આરોપી અયુબસા દિવાનની ધરપકડ કરી છે, જ્યારે તેના મિત્ર મહંમદ ફારૂખ અન્સારીની શોધખોળ હાથ ધરી છે. રામોલ પોલીસે (Police ) આરોપીની ધરપકડ (Arrest) કરીને તેની તપાસ માટે 3 દિવસના રિમાન્ડ કોર્ટમાં મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

  • ને ATMમાંથી રૂ.20 હજાર કઢાવીને લૂંટ કરી
  • પોલીસે એક આરોપી અયુબસા દિવાનની ધરપકડ કરી
  • અયુબસા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે PI રાણા

પ્રેમી યુગલ પાસેથી 21 હજારનો કર્યો તોળ

ઘટનાની વાત કરીએ તો 22 ઓક્ટોબરના રોજ આરોપી અયુબસા દિવાન અને તેનો મિત્ર મહંમદ સારૂક અન્સારી જશોદાનગર એક ગેસ્ટહાઉસમાં રેકી કરીને બેઠા હતા. બંનેએ એક પ્રેમી યુગલ ગેસ્ટહાઉસમાંથી બહાર નીકળ્યું એટલે બાઈક પર તેનો પીછો કર્યો અને CTM નજીક અટકાવીને પોતે પોલીસ હોવાનો રોફ જમાવ્યો હતો. જે બાદ ધમકી આપીને ખીસ્સામાંથી એક હજાર અને ATMમાંથી રૂ.20 હજાર કઢાવીને લૂંટ કરી હતી. જે બાદ ફરિયાદીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે એક આરોપી અયુબસા દિવાનની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

અયુબસા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે PI રાણા
આ મામલે રામોલ પોલસ સ્ટેશનના પીઆઈ સી.આર રાણાએ જણાવ્યું કે, આરોપી અયુબસા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ 2020માં રામોલમાં નકલી પોલીસના કેસમાં ઝડપાયો હતો અને રખિયાલમાં પણ નકલી પોલીસ બનીને રોફ જમાવતા ઝડપાયો હતો. આરોપી વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં કામ કરતા હોવાનું કહીને નકલી પોલીસ બનીને આરોપી અને તેના મિત્રએ આતંક મચાવ્યો હતો. પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો છે. જ્યારે મહંમદ અન્સારીની શોધખોળ હાથ ધરી છે.

હાથીજણમાંથી ઝડપાયા હતો નકલી પોલીસ
અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવારોના સમયમાં નકલી પોલીસ બનીને રોફ જમાવતા આરોપીનો બીજો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ હથીજણમાં પણ નકલી પોલીસ અને નકલી પત્રકાર ઝડપાયા હતા. 

Most Popular

To Top