Dakshin Gujarat

ગોડધાના બાઈક સવાર બે મિત્રોનો અકસ્માત : એકનું મોત, એક સારવાર હેઠળ

માંડવી : માંડવીના (Mandvi) રૂપણ ગામેથી પસાર થતી ટાટા પિકઅપ ગાડી ચાલકે ગોડધાના બાઈક સવાર(Bike Rider) બે મિત્રોને અકસ્માત થતા (Accident) એક યુવકનું મોત (death) થયું હતું, જ્યારે બીજા યુવાનને ઈજા થતાં સારવાર હેઠળ હોસ્પિટલ (Hospital)ખસેડાયો હતો.

રિપેરમાં આપેલી મોટર બાઈક લેવા માંડવી આવી રહ્યા હતા

માંડવી- ઝંખવાવ રોડ પર આવેલા ગોડધા ગામના ગોડાઉન ફળિયામાં રહેતા રાજેશ શુકકરભાઈ ચૌધરી (ઉં વર્ષ-47) અને નિશાળ ફળિયામાં રહેતા તુષાર મણિલાલ ચૌધરી બાઈક લઈને રિપેરમાં આપેલી મોટર બાઈક લેવા માંડવી આવી રહ્યા હતા. તે દરમિયાન રૂપણ ગામની સીમમાં અજાણ્યા પિકઅપ ગાડી ચાલકે અડફેટમાં લેતા રોડ પર પટકાયા હતા. બાઈક ચાલક રાજેશ શુકકરભાઈ ચૌધરીને ગંભીર ઈજા થઈ હતી. સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી માંડવી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

તુષાર ચૌધરીને પણ ઈજા થતાં સુરત સારવાર હેઠળ ખસેડાયો

જ્યાં પ્રાથમિક સારવાર આપી બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે લઈ જતાં ત્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે બાઈક પાછળ બેઠેલા તુષાર ચૌધરીને પણ ઈજા થતાં સુરત સારવાર હેઠળ ખસેડાયો હતો. ટાટા પિકઅપ ગાડીો ચાલક અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો. ટાઉન જમાદાર મુકેશભાઈ ચૌધરીએ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
માંડવીમાં રિપેર માટે આપેલી બાઈક લેવા જઈ રહ્યા હતા ત્યારે રૂપણ ગામે પાસે પીકપ ગાડીનો ચાલક ટકકર મારી નાસી

ઉચ્છલ નારણપુર ગામે બસ ચાલકે બાઈકને અડફેટે લેતાં પુત્ર, માતા-પિતા ઘાવાયા

વ્યારા: ઉચ્છલનાં નારણપુર ગામે વડપાડા નેશુ ગામ તરફ જવાનાં ફાટા પાસે તા.૧૩મીના રોજ સવારે ૫:૪૫ વાગ્યે બસનાં ચાલકે નં. યુપી ૭૫ એટી ૦૨૨૧નો ડ્રાઇવર મુકેશ ગંગાધર રાયકવાર (ઉ.વ.૪૨, ) એ ત્રણ સવારી બાઇક નં. જીજે ૨૬ એએ ૬૭૩૦ને પાછળથી ટક્કર મારી હતી. જ્યાં ચાલક સુવાભાઇ સુરજીભાઇ કોટવાળીયા (ઉ.વ.૨૭) (રહે. આમકુટી ગામ, નિશાળ ફળીયું તા.ઉચ્છલ જિ.તાપી)ને તેમજ બેઠેલા તેના પિતા અર્જુનભાઇ નુજાભાઇ કોટવાળીયા (ઉ.વ.૫૦) તથા તેની માતા હોલીબેન અર્જુનભાઇ કોટીવાળીયા (ઉ.વ.૪૮)ને ગંભીર ઇજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

Most Popular

To Top