National

‘ભારતનું નામ બદલો…’, મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ પીએમ મોદીને કરી અપીલ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના (Team India) ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં ક્રિકેટમાંથી (Cricket) બ્રેક (Break) પર છે. ભારતીય ટીમ એશિયા કપ રમવાની છે અને ટી20 ફોર્મેટમાં યોજાનારી આ ટૂર્નામેન્ટમાં મોહમ્મદ શમીને જગ્યા મળી નથી. મોહમ્મદ શમીની પત્ની (Wife) હસીન જહાંની વાત કરીએ તો તે ઘણી ચર્ચામાં રહે છે. હવે તેઓ ફરી એકવાર ચર્ચામાં છે.

  • હસીન જહાંએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો
  • હસીન જહાં અને મોહમ્મદ શમી લાંબા સમયથી અલગ રહે છે

હસીન જહાંએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેના દ્વારા તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ખાસ અપીલ કરી છે. આ અપીલ દેશનું નામ બદલવા અંગે છે. મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે આપણો દેશ, આપણું સન્માન. હું ભારતને પ્રેમ કરું છું આપણા દેશનું નામ હિન્દુસ્તાન કે ભારતથી કંઈક અલગ હોવું જોઈએ. હસીન જહાંએ વધુમાં લખ્યું છે કે માનનીય વડાપ્રધાન, માનનીય ગૃહમંત્રીને વિનંતી છે કે ભારતનું નામ બદલો, જેથી આખી દુનિયા આપણા દેશને ભારત અથવા હિન્દુસ્તાન કહી શકે.

જણાવી દઈએ કે હસીન જહાં અને મોહમ્મદ શમી લાંબા સમયથી અલગ રહે છે. વર્ષ 2018માં બંને વચ્ચે વિવાદ થયો હતો, જેમાં હસીન જહાંએ શમી પર મારપીટ, ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારથી બંને અલગ-અલગ રહે છે. જ્યાં હસીન એક મોડલ છે, તે ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા, રીલ વીડિયો પોસ્ટ કરતી રહે છે. હસીન જહાંના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે

મોહમ્મદ શમી અને હસીન જહાંએ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. વર્ષ 2018માં હસીન જહાંએ મોહમ્મદ શમી પર આરોપ લગાવ્યો હતો, એટલું જ નહીં, તેણે તેના પર મેચ ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો હતો. મોહમ્મદ શમીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, બીસીસીઆઈએ પણ શમીનું સમર્થન કર્યું હતું.

Most Popular

To Top