Feature Stories

OMG: સોશિયલ મીડિયા અને રોજિંદી ઘરવપરાશની ચીજો પર ચાલ્યો તિરંગાનો જાદુ

સુરત: દેશ 75મોં આઝાદીકા અમૃત મહોત્સવ (Azadika Amrit Mohotsav) ઉજવવાનું આહવાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. હર-ઘર તિરંગા (Har GharTirnga)અભિયાન ઘરે-ઘરે પ્રસરી ગયું છે. સાથે-સાથે તે રોજિંદા વપરાશની (Daily usage) ચીજો ઉપર પણ અભિયાન (campaign) તેની છાપ છોડી ગયું છે. સવારેની શરૂઆત દરેક ઘરોમાં દૂધથી થયા છે ત્યારે જાણીતી સુમુલ ડેરીએ (Sumul Dairy) પણ અભિયાનને આગળ ધપાવવા માટે દૂધના પાઉચ ઉપર તિરંગો છપાવી દીધો છે. બીજી બાજુ સોશિયલ મીડિયા ઉપર પણ યંગિસ્તાહન જબરી ક્રિયેટિવિટી (Creativity) કરીને અભિયાનો હિસ્સો બન્યા છે. બીજીબાજુ બજારમાં મળતા શાકભાજીમાં કેટલાક લોકો સલાડને પણ ત્રિકલર આપીને તિરંગો બનાવી રહ્યા છે.

સોશિયલ આઝાદી કા અમૃત મહોત્સવના રંગે રંગાઈ
સોશિયલ મીડિયાની અજબ-ગજબની દુનિયામાં અલગ-અલગ સાઈડો ઉપર યંગીસ્તાન ભારે ક્રિયેટિવિટી કરે છે. શાકભાજી નો ઉપયોગ કરીને તિરંગો બનાવી લોકો તેને વાયરલ કરી રહ્યાં છે. ગાજર, મૂળા અને ભીંડીને એક લાઈનમાં ગોઠવી તીરંગો બનાવીને વાયરલ કરાયાની સેલ્ફી પણ ધૂમ વાયરલ થઇ છે. કેટલાક યુઝર્સેતો આ ક્રિયેટિવિટીને તેમના વોટ્સ અપની ડીપી અને સ્ટેટસમાં પણ મૂકી દીધા છે. અભિયાન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આ ક્રિયેટિવિટીને મુકવાની ટેગલાઈન મૂકી છે.

ઘર વપરાશની ચીજો પણ તિરંગાને રંગે રંગાઈ
ઘર વપરાશમાં ઉપયોગી એવા સામાન્ય LEDના બલ્બ ઉપર ત્રિરંગાને કલરથી પેઇન્ટ કરવાનો ટ્રેન્ડ જોર માં છે. આ ક્રિયેટિવિટીનો વીડિયો પણ ઇન્સ્ટા અને ફેસબુક ઉપર છવાઈ ગયો છે. એલઇડી બલ્બ લાંબા સમય સુધી ગરમ નથી થતો જેઠ તેની ઉપર લાગેવલો પેન્ટ પણ સુરક્ષીત રહે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. તેને શરુ કરતાની સાથે તે તિરંગાના રંગે રંગાઈ જતો હોઈ છે. જોનાર પણ આ ક્રિયેટિવિટી થી ખુબ મંત્રમુગ્ધ થઇ જાય છે.

મીઠાઈમાં કાજુકતરી તિરંગા કલરની
સુરતીઓ એમ પણ ખાણી પીણીની ચીજોમાં પણ વિવિધતા શોધતા હોઈ છે. અને એમાં પણ કઈ અલગ વસ્તુ જો ડિસ્પ્લે કરાય તો વાત જ શું. હાલ તહેવારોની સીઝન ચાલતી હોઈ તેવામાં મીઠાઈની દુકાનોમાં અને ફરસાણની દુકાનોમાં પણ તિરંગી મીઠાઈઓ અને તિરંગી ઢોકળા મળતા સુરતીઓ હોંશે-હોંશે તેની ખરીદી કરી લે છે.આ ઉપરાંત હોટેલોમાં પીરસવામાં આવતી સલાડની ડીશોમાં પણ ધ્વજના કલરની વિવિધત જોઈ ગ્રહાક ખુશ-ખુશાલ થઇ જાય છે.

Most Popular

To Top