National

મહારાષ્ટ્ર: સરકારી કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ ફોન આવશે તો વંદે માતરમ બોલશે, મંત્રીએ જાહેરાત કરી

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) કેબિનેટ વિસ્તરણ બાદ રવિવારે (Sunday) વિભાગોની વહેંચણી કરવામાં આવી હતી. આ પછી જ સરકારે નવો આદેશ જારી કર્યો છે. આ મુજબ, મહારાષ્ટ્રમાં તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ કોલ (Call) આવવા પર હેલ્લોને બદલે ‘વંદે માતરમ’ બોલશે. આ માટેનો સત્તાવાર આદેશ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુનગંટીવારે આ જાહેરાત કરી હતી.

મહારાષ્ટ્રના નવનિયુક્ત સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે રવિવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના તમામ અધિકારીઓએ જ્યારે ઓફિસમાં ફોન આવે ત્યારે હેલોને બદલે વંદે માતરમ બોલવું પડશે. આપણે આઝાદીના 76માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યા છીએ. એટલા માટે હું ઈચ્છું છું કે અધિકારીઓ ફોન પર નમસ્તેને બદલે ‘વંદે માતરમ’ બોલે. તેમણે કહ્યું કે ઔપચારિક સરકારી આદેશ 18 ઓગસ્ટ સુધીમાં આવી જશે. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે રાજ્યના તમામ સરકારી અધિકારીઓ આવતા વર્ષે 26 જાન્યુઆરી સુધીમાં ‘વંદે માતરમ’ બોલે.

ભાજપે શિવસેનાને સીએમ પદ આપવાનું વચન આપ્યું ન હતુંઃ શિંદે
અગાઉ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ મુખ્યમંત્રી બનેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું છે કે ભાજપે 2019માં શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવાનું વચન આપ્યું ન હતું. એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે દ્વારા ભાજપ પર વચન પાળવાના સતત આરોપોને જુઠ્ઠાણા ગણાવ્યા છે. શિંદેએ કહ્યું કે તેઓ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. ચર્ચા દરમિયાન શાહે કહ્યું હતું કે, જો JD(U) નીતીશ કુમારને ઓછી સીટો મળવા પર બિહારના સીએમ બનાવી શકે છે, તો જો તેમણે શિવસેનાને વચન આપ્યું હતું, તો તેને કેમ પૂરું ન કર્યું.

જણાવી દઈએ કે, 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105 સીટો અને શિવસેનાને 56 સીટો મળી હતી. ઠાકરેએ દાવો કર્યો હતો કે ભાજપે વચન આપ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી પદ શિવસેનાને પણ આપશે. બાદમાં શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને મહા વિકાસ અઘાડી સરકાર બનાવી.

Most Popular

To Top