Vadodara

વડોદરા : છાણી જકાતનાકા પાસે મેડિકલ સ્ટોરના કાઉન્ટરમાંથી રોકડ રકમની ચોરી કરનાર બે પૈકી એક તસ્કર ઝડપાયો

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી મેડિકલ સ્ટોર ના કાઉન્ટર માંથી રોકડા રુ.22 હજારની ચોરી કરનાર બે તસ્કર પૈકી એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે આજવા રોડ પરથી ઝડપી પાડ્યો છે. જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. આરોપીને આગળની કાર્યવાહી માટે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે.
વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલી મેડિકલ સ્ટોર પર દવા લેવા જવાના બહાને બે સખશો ગયા હતા. ત્યારે મેડિકલ સ્ટોર પર હાજર બેઠેલા મુકેશભાઈ ને સિરીંજનોનો ઓર્ડર આપ્યો હતો. જેથી તેઓ સામાન કાઢવા માટે ગયા હતા ત્યારે આ બે શખ્સોએ ગલ્લામાં હાથ નાખીને તેમાં મુકેલા 22 હજાર રોકડ રૂપિયા ચોરી કરી લીધા હતા. પરંતુ તેઓ સિરીંજ લઈને પરત આવે તે પહેલા જ બંને ગઠીયા સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જેથી તેઓને કઈ અજુગતું લાગતા ગલ્લો ચેક કર્યો હતો. ત્યારે તેમાં સોસાયટીના મેન્ટેનન્સ માટે મુકેલા રુ.22 હજાર મળી આવ્યા ન હતા. જેથી મેડિકલ સ્ટોરના સંચાલકે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બંને ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આજવા રોડ પર આવેલી બહાર કોલોની પાસેથી રીટા આરોપી હારુંન રસીદ હુસેન ઘાંચીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 5000 રૂપિયા મળી આવ્યા હોય તે બાબતે પૂછપરછ કરતા તેણે સાગરિત જાફર ઘાંચી સાથે મળીને છાણી જકાતનાકા પાસે ની મેડિકલ સ્ટોરના કાઉન્ટરમાં રાખેલા રોકડા 22,000 ની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે બંને રીઢા આરોપીને આગળની કાર્યવાહી માટે ફતેગંજ પોલીસને સોંપ્યો છે.

Most Popular

To Top