Vadodara

શહેરમાં ભારદારી વાહનો બેફામ,ફતેગંજ બ્રિજ પર રિક્ષાને અડફેટે લઈ ડમ્પર ચાલક ફરાર

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ ઉપર ડમ્પરે રિક્ષાને ટક્કર મારતા ચાલક સહિત મુસાફરો ઇજાગ્રત થયા હતા. ડમ્પરનો ચાલક રિક્ષાને અડફેટે લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. બનાવને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં ભારદારી વાહનો બેફામ બન્યા છે. અનેક અકસ્માતોની ઘટનાઓ બાદ પણ પોલીસની કડક કાર્યવાહીનો અભાવ જોવા મળ્યો છે. ગત મધરાતે ફતેગંજ બ્રિજ પર એક ડમ્પરે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં રિક્ષા ચાલક સહિત મુસાફરો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. બ્રિજ પરથી પુર પાટ દોડી રહેલા ડમ્પર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવને લઈ પસાર થતા અન્ય વાહનચાલકો થોભાઈ ગયા હતા અને 108 મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં રિક્ષાનું કચ્ચરઘાણ વળી ગયું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અકસ્માત સર્જી ફરાર થયેલા ડમ્પર ચાલકની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top