Dakshin Gujarat

પારડી હાઇવે બ્રિજ ઉપરથી સુરત તરફ આવતા ટેમ્પામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

પારડી : પારડી (Pardi) પોલીસે (Police) બાતમીના આધારે પારડી હાઇવે બ્રિજ ઉપર વાપીથી સુરત (Surat) તરફ જતા ટેમ્પામાં દારૂનો (Alcohol) જથ્થો ઝડપી પાડ્યો હતો. વાપીથી (Vapi) આવતો ટાટા ટેમ્પો પારડી હાઈવે બ્રિજ ઉતરતા પોલીસે અટકાવ્યો હતો અને તલાસી લેતા ટેમ્પાના પાછળના ભાગે વિદેશી દારૂની 206 બોટલ જેની કિંમત રૂ.41,050 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક સોહરાબશાહ સાહમોહમ્મદ શાહ (રહે. ન્યુ મુંબઈ) અને ટેમ્પામાં બેસેલા ઉપેન્દ્રસિંગ રામપ્રવેશસિંગ રાજપૂત (રહે. સુરત કડોદરા) અને પંકજ બાબુ રાજપુત (રહે. સુરત પર્વત પાટિયા)ની ધરપકડ કરી હતી. પારડી પોલીસે ટેમ્પાની કિં.રૂ. 3 લાખ, દારૂ સહીત કુલ રૂ. 3.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂનો જથ્થો દમણથી એક રિક્ષામાં મંજુબેન (રહે. સુરત)એ ભરી લાવી ટેમ્પામાં મુકાવ્યો હોવાનું અને તેણે કડોદરા ચાર રસ્તા નજીક એક હોટલ ખાતે મંગાવ્યો હોવાનું જણાવતા પારડી પોલીસે મંજુબેનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

બગુમરાથી સ્ટેટ વિજિલન્સે ગ્લુકોઝની આડમાં લઈ જવાતો 9.83 લાખનો વિદેશી દારૂ પકડ્યો
પલસાણા : બગુમરા ગામની સીમમાં હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇસર ટેમ્પામાં ગ્લુકોઝની બોટલોની આડમાં સંતાડેલો 9.83 લાખનો વિદેશી દારૂ સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડ્યો હતો. બીજી તરફ સ્ટેટ મોનીટરીંગ સેલના માણસોએ બાતમી આધારે બગુમરા ગામની સીમમાં આવેલી સર્વોત્તમ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલો આઇસર ટેમ્પો GJ 06 ZZ 7808માંથી ગ્લુકોઝની બોટલની આડમાં સંતાડેલી વિદેશી દારૂની 9346 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 9, 83, 200 રૂપિયા તેમજ રોકડ, મોબાઈલ અને ટેમ્પામાં રહેલી ગુલકોઝની બોટલ અને ટેમ્પો મળી કુલ 14,39,040 મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક મુસ્તાક હારુન વારૈયાની ધરપકડ કરી શૈલેશ, પિન્ટુ, ચુનીલાલ, શંભુ, હરેશ અને રાજુને વોન્ટેડ જાહેર કર્યા છે

શનિવારે વહેલી સવારે બારડોલી ખાતે રહેતો પિન્ટુ નામનો ઇસમ એક ટેમ્પોમાં દારૂનો જથ્થો મંગાવી કડોદરા, જોળવા થઈ બારડોલી જનાર છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે જોળવા ગામ પાસે વોચ ગોઠવી હતી. આવી જ બાતમી સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના જમાદાર અમરતજી રાધાજીને મળતા તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા. જો કે સ્ટેટ મોનીટરીંગ સેલના જવાનોએ અમરતજીએ LCB સ્ટાફ અંગેની ઓળખ આપવા છતાં તેની સાથે ગેરવર્તણૂક કરી હતી અને મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી મામલો પહોંચતા સમાધાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top