Columns

UPSC 2022 mainsની તૈયારી કઈ રીતે કરશો?

મિત્રો, વિદ્યાર્થીઓ શાળાના નવા શૈક્ષણિક કેલેન્ડરમાં ગોઠવાઈ ગયા. સમયની રફતાર દોડે છે, UG, PG લેવલવાળા વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી પ્રત્યેનાં ઘણાં સ્વપ્નાં હોય છે. એવું જ એક મહત્ત્વનું સ્વપ્ન તે સરકારમાં ઉચ્ચ અધિકારી બનવાનું સ્વપ્ન. એ હોદ્દાનો ઠાઠ, જુસ્સો, પાવર, સૌને આકર્ષે છે અને જેટલા યુથ એમાં સફળ થશે એટલો જ વહીવટ યુવાનોને સંભાળવાની તક મળશે.

UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સંઘ લોક સેવા આયોગ જે ભારત સરકાર હેઠળના તમામ ગ્રુપ ‘A’ અધિકારીઓની ભરતી માટે ભારતની અગ્રણી કેન્દ્રીય ભરતી એજન્સી છે. જે અધિકારીઓની પરીક્ષા લેવાનું, તેમની નિમણૂક કરવાનું તથા ટ્રેઇનિંગ આપવાનું કાર્ય કરે છે. આ વર્ષે UPSC પ્રીલીમ્સમાં 11.52 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમાંથી માત્ર 13,000 જેટલા જ ઉમેદવારો Mains માટે કવોલિફાઈ થયા.

હવે 16 સપ્ટેમ્બર 2022ના રોજ Mainsની પરીક્ષા છે. જેઓ આશાવાદી ઉમેદવારો છે તેમને વિવિધ જગ્યાએથી સલાહસૂચનો મળતાં જ હશે પણ કયારેક આજુબાજુથી નકારાત્મક સૂચનો અથવા તો સેલ્ફ પ્રેશરના લીધે ધ્યેય સુધી પહોંચવાનું વધુ મુશ્કેલ લાગે છે. હવે 40 દિવસનો સમયગાળો છે. છેલ્લી ઘડીની તૈયારીના ભાગરૂપે… સૌ પ્રથમ તો UPSC-2022નો અભ્યાસક્રમ ખબર જ હશે પરંતુ લેટેસ્ટ અપડેટ પર નજર નાંખીએ તો…

સિલેબસને વિભાજીત કરો
અભ્યાસક્રમમાં સામેલ 9 પેપર્સનો આખો અભ્યાસક્રમ જોઇએ તો કોઈના પણ હાંજા ગગડી જાય માટે એને સંપૂર્ણપણે જોવા કરતાં વિભાજીત કરો જેથી લર્નિંગ ટાસ્ક મુશ્કેલ ન લાગે અને સહજતાથી બધું જ વાંચન- લર્નિંગ થઇ શકે. પરીક્ષાના દિવસો અને પૂરા અભ્યાસક્રમને વહેંચતા કેટલા કલાકો અભ્યાસ માટે જોઈશે એ પ્રશ્નનો જવાબ મળશે. એ પછી….

અમલમાં મૂકી શકાય એવું સમયપત્રક બનાવો:
ઘણા ઉમેદવારો નોકરી સાથે તૈયારી કરતા હોય છે પણ જો તમારે મેરીટમાં આવવું હોય તો છેલ્લા 40 દિવસ રજાની ગોઠવણ કરી આખરી તૈયારીને ઓપ આપો. 9 પેપર્સમાં કદાચ તમારા ગમતા વિષયો ન પણ હોય, જેને માટે વધુ સમય ફાળવવો પડે. ખાસ તો 40 દિવસ સોશ્યલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ, એકટાણા અપવાસ વધુ સઘન તૈયારીમાં મદદ કરશે. જે સમયપત્રક વિષયવાર બનાવ્યું છે તેનો પૂરેપૂરા હૃદયથી અમલ કરો.

ગુણવત્તાયુક્ત ચર્ચાઓમાં વ્યસ્ત રહો:
પેપરમાં વર્ણનાત્મક જવાબો લખવાના હોવાથી તમારી પૃથક્કરણ કરવાની ક્ષમતા વિકસેલી હોવી જરૂરી છે. ખાસ કરીને આર્થિક રાજકીય, નીતિઓ, ઘટના માટે વૈશ્વિક સ્તરની દેશના વિકાસ પર વિવિધ અસરો, સરકારે લીધેલાં કે લેવાનારાં પગલાંઓની તંદુરસ્ત ચર્ચા તમને મર્યાદિત સમયમાં મુદ્દા પ્રમાણે લખવાની ચપળતા કેળવવામાં મદદ કરશે.

નિયમિત રીતે મોક પેપર સોલ્વ કરો:
જૂના પ્રશ્નપત્રો એટલા માટે જોવાના અને સોલ્વ કરવા રહ્યા જેથી તમે જેતે વર્ષની ઘટનાઓ સાથે પ્રશ્નોને સાંકળી શકો. સામાન્ય રીતે જાન્યુઆરી-જુલાઈ- ઓગસ્ટના સળગતા પ્રશ્નો જે રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણે સંકળાયેલા છે, જેની માહિતી મોટાભાગનાં સારાં અખબારનાં તંત્રીલેખમાં પૃથક્કરણ વાંચવાથી લાભ થાય છે. તો તે સમાચારપત્રો નિયમિત વાંચવા રહ્યા પરંતુ મોટાભાગના ઉમેદવારો તૈયારીના ભાગરૂપે સમાચારપત્રો વાંચવાનું બંધ કરે છે જે બિલકુલ યોગ્ય નથી.

મુદ્દાસર જવાબ લખવાની કુશળતા વિકસાવો:
માત્ર વાંચનથી નહીં ચાલે કેમ કે મોટાભાગના ઉમેદવારોને રોજિંદા કાર્યમાં લખવાની પ્રેકટીસ હોતી નથી. હવે જયારે મર્યાદિત સમયમાં લખવાનું હોય ત્યારે લખવાની ઝડપ કેળવવી રહી. એને માટે દરેક વિષયમાં લખવાની પ્રેકટીસ કરવાની. ટૂંકમાં, મુદ્દાસર નિયત કરાયેલા શબ્દોની સંખ્યામાં લખવા માટેનું જરૂરી શબ્દભંડોળ કેળવાશે. તમારી મર્યાદાનો પણ અહેસાસ થશે. સાથે હાથ અને મગજનું કો-ઓર્ડિનેશન પણ કેળવાઈ જશે. પ્રેકટીસ કરો ત્યારે એક જ કંપનીની બોલપેનો વસાવવી, થોડીક વાપરીને પરીક્ષા માટે બાજુમાં મૂકી દેવી. થોડી વપરાયેલી પેનથી લખવાની ઝડપ મેળવી શકાય છે. પરીક્ષાઓમાં કયારેય તદ્દન નવી પેન વાપરવી નહીં.

ઓછામાં ઓછું બે વખત ઝડપથી રીવીઝન થાય:
એક વખત લર્નિંગ થઇ ગયા પછી પહેલું રીવીઝન વાંચન કરતાં થોડી વધુ ઝડપથી કરવું જરૂરી છે અને પછી બીજી વખતનું એનાથી વધુ ઝડપથી થવું જરૂરી છે. રીવીઝન થવાથી મગજને ઝડપથી વિચારવાની ટ્રેનિંગ મળે છે અને તમારો આત્મવિશ્વાસ વધે છે.

અંતમાં તમે એક અધિકારી યોગ્યતા કેળવવાનો પ્રયત્ન કરો:
ઉમેદવારોની અંતિમ પસંદગી રેન્કિંગમાં, સાથે તમારા વ્યક્તિત્વને સમજવા તમારા લખાણનું મૂલ્યાંકન મહત્ત્વનું હોય છે. તમારા મંતવ્યો, વિચારો, સૂચનો, મૂલ્યો, વલણ, યોગ્યતા, સંકલન, સંચાર-લેખનની ક્ષમતાઓ અને અન્ય વિશેષતાઓની લાક્ષણિકતા ધ્યાનમાં લેવામાં આવે છે માટે તમારી સંપૂર્ણ પર્સનાલીટીને એક અધિકારીને યોગ્ય ઘડવાની શરૂઆત કરી દો.

  • તૈયારી દરમ્યાન નજીકનાં લોકો, મિત્રો, કે અન્ય સાથે મનો-સામાજિક સંઘર્ષમાં ન ઊતરો જેના દ્વારા તમે માનસિક સંઘર્ષનો અનુભવ કરો તેવી દરેક પરિસ્થિતિને ટાળો. ‘તમે, તમે જ છો’ માટે તમારા અંતિમ ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો.
    युपीएससी ड्रीम है एकलौता एकलौएककककमेरा,
    इसलिए तो कोई खास नहीं होता मेरा।

Most Popular

To Top