Business

ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ દ્વારા જંગી નફો કરનારા જૂથો હવે EDના રડાર પર

નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) એક્સચેન્જ દ્વારા જંગી નફો (Profit) કરનારા જૂથો હવે EDના રડાર પર છે. ED એ 3 ઓગસ્ટના રોજ મેસર્સ જાનામી લેબ પ્રાઇવેટ લિમિટેડના એક ડિરેક્ટરના ઘરે દરોડા (Raid) પાડ્યા હતા, જે PLLA હેઠળ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ‘વઝીરેક્સ’નું સંચાલન કરે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તપાસ બાદ 64.67 કરોડ રૂપિયાની બેલેન્સ ધરાવતી કંપનીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ કંપની પર ચીન પાસેથી મોટી રકમ લેવાનો આરોપ છે. વઝીરેક્સ ક્લાઉડ આધારિત સોફ્ટવેર દ્વારા કાર્ય કરે છે. તેમાં કાર્યરત તમામ કર્મચારીઓ ઘરેથી કામ કરે છે. મળતી માહિતી મુજબ તેમની ઓફિસમાં માત્ર બે ખુરશીઓ રાખવાની જગ્યા છે.

મોટાભાગની કંપનીઓને ચાઈનીઝ ફંડ્સનું સમર્થન છે
ED દ્વારા ભારતીય NBFC કંપનીઓ અને તેમના ફિનટેક ભાગીદારો સામે RBI માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા, ટેલિ-કોલર્સની મદદથી વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ કરવા અને ઉધાર લેનારાઓ પાસેથી ઊંચા વ્યાજ દર વસૂલવા બદલ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં ઊંચા વ્યાજ દરે લોનની રકમ વસૂલવા માટે કંપની દ્વારા ગ્રાહકો પાસેથી અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વ્યવસાય સાથે સંકળાયેલી મોટાભાગની કંપનીઓને ચાઈનીઝ ફંડ્સનું સમર્થન છે. જ્યારે આ ફિનટેક કંપનીઓ ધિરાણ વ્યવસાય કરવા માટે આરબીઆઈ પાસેથી એનબીએફસી લાઇસન્સ મેળવી શકી ન હતી, ત્યારે તેઓએ નિષ્ક્રિય એનબીએફસી સાથે એમઓયુ કરવાનો માર્ગ મોકળો કર્યો હતો.

એમઓયુથી મોટો નફો મળ્યો
EDની ગુનાહિત તપાસમાં સામે આવ્યું છે કે ઘણી ફિનટેક એપ્સે પોતાની દુકાનો બંધ કરી દીધી છે. ત્યારપછી તેણે NBFCs સાથે એમઓયુ કરવાની પદ્ધતિનો ઉપયોગ કરીને મોટો નફો કર્યો છે. મળતી માહિતી મુજબ ફંડ ટ્રેલની તપાસ કરતાં જાણવા મળ્યું કે આ નફાનો ઉપયોગ ફિનટેક કંપનીઓ દ્વારા ક્રિપ્ટો એસેટ્સ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. અહીંથી મળેલી રકમ વિદેશમાં વાપરવામાં આવતી હતી. એટલે કે ગેરકાયદેસર નાણાની લોન્ડરિંગનું કામ શરૂ કરાયું હતું. આ કંપનીઓ અને તેમની વર્ચ્યુઅલ એસેટ હજુ સુધી જાણીતી નથી. ક્રિપ્ટો-એક્સચેન્જને સમન્સ આપવામાં આવ્યું છે. તેમાં જોવામાં આવે છે કે વઝીરેક્સ એક્સચેન્જને સૌથી વધુ રકમ આપવામાં આવી હતી. આ રીતે ખરીદેલી ક્રિપ્ટો-સંપત્તિઓ અજાણ્યા વિદેશી વૉલેટમાં મોકલવામાં આવી હતી.

Most Popular

To Top