Top News

More Posts

   The Latest

Most Popular

લીમડી: ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં આવેલા રામજી મંદિર નજીક આવેલા લાઈટના થાંભલાના કરંટથી થી એક ભેંસ નું મોત નીપજ્યું છે લીમડી ગામ માં આવેલા રામજી મંદિર નજીક રેહતા જસુ ભાઈ સાધુ ની ભેંસ લાઈટ ના થાંભલા થી સ્પર્શ થતાં ઘટના સ્થળે હેવી વોલ્ટેજ ના કરંટ લાગતા મોત નીપજ્યું તેજ થાંભલા નજીક કચરાનો ઢગલો છે એ જ કચરાના ઢગલા ને જોઈને ભેસ એ થાંભલા નજીક ગઈ અને કચરાને ખાવા જતાં લાઈટના લોખંડના થાંભલા ને સ્પર્શ થતા તે થાંભલા માં રહેલા લાઈટ ના કરંટ લાગવાથી ત્યાં ચોંટી ગઈ હેવી વોલ્ટેજના કારણે ભેશની બે થી ત્રણ મિનિટની અંદર મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર જશુભાઈ સાધુ નું કહેવું છે કે પશુ ઢોર ને ખેતર થતા ચરવા માટે લઈ જવા આ એકમાત્ર રસ્તો છે અને ત્યાં આવતા જતા થાંભલા નજીક કચરો જોવા મળે છે અને આજુબાજુના સ્થાનિકો જોડે વાત કરતા જાણ મળી છે કે મહિના ના મહિનાઓ સુધી લીમડી પંચાયત દ્વારા આ કચરાનો નિકાલ તથા સાફ-સફાઈ કરવામાં આવતી નથી અને ત્યાં નીકળતા દરેક પશુએ થાંભલા નજીક કચરો ખાવા જાય છે તથા ત્યાંના સ્થાનિકોનું પણ કેવું છે કે આ ૨૦૨૨ ના અંડરગ્રાઉન્ડ લાઈટના જમાનામાં એમ.જી.વી.સી.એલ દ્વારા આ લોખંડના થાંભલા નો નિકાલ ઘણા વર્ષોથી નથી કરવામાં આવ્યો છે જેથી કરીને આજે આ બેજૂબાન ભેસ નું મોત થયું છે જશુભાઈ સાધુની એમ.જી.વી.સી.એલ તથા લીમડી પંચાયત દ્વારા વળતર મળે તેવી માંગ કરી છે અને સાથે સાથે આ કચરો અને આ લોખંડના થાંભલા નો જલ્દી જલ્દી નિકાલ થાય તેવી વિનંતી કરવામાં આવી છે.

To Top