National

કોંગ્રેસનો આરોપ: મણિપુરમાં NDA માટે બળજબરીથી વોટ નંખાવવામાં આવ્યા

કોંગ્રેસના (Congress) મહાસચિવ જયરામ રમેશે NDA પર આરોપ લગાવ્યો છે કે તેણે બળજબરી પૂર્વક લોકોને એનડીએ તરફી વોટિંગ કરવા માટે દબાણ કર્યું છે. મણિપુરના ઉખરુલ જિલ્લામાં આ ઘટના થઈ હોવાનું તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે. સાથે જ એક વીડિયો પણ શેર કર્યો છે.

જયરામ રમેશે X પર એક વીડિયો (Video) પોસ્ટમાં લખ્યું કે લોકશાહી ખતરામાં છે. આ વીડિયો આજે આઉટર મણિપુરના ઉખરુલ જિલ્લાનો છે. અહીં મતદારોને કોંગ્રેસને બદલે ભાજપના સહયોગી એનપીએફને જ મત આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળો ચુપચાપ ઊભા છે કારણ કે આપણી લોકશાહીને હાઇજેક કરવામાં આવી છે. આ આપણા જીવનકાળની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણીઓ છે.

જણાવી દઈએ કે આઉટર મણિપુર લોકસભા ક્ષેત્રમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. અહીં આઠ જિલ્લાની 13 વિધાનસભા મતવિસ્તારના 857 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન 19 એપ્રિલના રોજ બાહ્ય મણિપુર બેઠકના ભાગો, 15 વિધાનસભા મતવિસ્તારો અને આંતરિક મણિપુરની 32 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થયું હતું.

બીજી તરફ બીજેપી નેતા રાજીવ પ્રતાપ રુડીએ કહ્યું કે 13 રાજ્યોમાં 88 લોકસભા સીટો પર ચૂંટણી થઈ રહી છે જેમાં બિહારમાં પાંચ સીટો માટે વોટિંગ થઈ રહ્યું છે. હું મારા મિત્રો, સહકર્મીઓ અને વિશ્લેષકો પાસેથી જે સાંભળું છું તે એ છે કે અમે આગળ વધી રહ્યા છીએ. ભાજપ અને એનડીએ જીત તરફ આગળ વધી રહ્યા છે. પીએમ મોદી જંગી બહુમતી સાથે વાપસી કરવા જઈ રહ્યા છે.

  • ચૂંટણી પંચે બપોરે 3 વાગ્યા સુધી મતદાનની ટકાવારી જાહેર કરી
  • આસામ – 60.32 ટકા
  • બિહાર – 44.24 ટકા
  • છત્તીસગઢ – 63.92 ટકા
  • જમ્મુ – 57.76 ટકા
  • કર્ણાટક – 50.93 ટકા
  • કેરળ – 51.64 ટકા
  • મધ્ય પ્રદેશ – 46.50 ટકા
  • મહારાષ્ટ્ર – 43.01 ટકા
  • મણિપુર – 68.48 ટકા
  • રાજસ્થાન – 50.27 ટકા
  • ત્રિપુરા – 68.92 ટકા
  • યુપી – 44.13 ટકા
  • પશ્ચિમ બંગાળ – 60.60 ટકા

Most Popular

To Top