Dakshin Gujarat

હવે તમારી દીકરીને દસ લાખ લઈને જ મોકલજો, મહારાષ્ટ્ર પરણેલી હલદરવાની યુવતિને સાસરિયાઓએ કાઢી મુકી

ભરૂચ: મહારાષ્ટ્ર રાજ્યમાં પરણાવેલી હલદરવાની પરણીતાને તેના પતિ,સાસુ અને સસરાએ માનસિક-શારીરિક ત્રાસ રૂ.૧૦ લાખની માંગણી કરતા મામલો ભરૂચ મહિલા પોલીસ સ્ટેશને પહોચ્યો છે.

  • હલદરવાની પરિણીતા પર મહારાષ્ટ્રના દહેજ ભૂખ્યા સાસરિયાનો ત્રાસ
  • માતાને તેની ત્રણ વર્ષીય દીકરીથી પણ વંચિત રાખી, પતિ પણ દારુ પીને આવતો અને મારતો

ભરૂચના હલદરવા રહેતી ૩૩ વર્ષીય મનોરમાબેન મહેશભાઈ પટેલના લગ્ન તા-૭મી મે-૨૦૧૯ના રોજ પ્રતિક જગદીશભાઈ પટેલ રહે- યોગી સીડ્સ એન્ડ એગ્રો સેન્ટર,મુ-પો-તલસારી,જી-પાલઘડ (મહારાષ્ટ્ર) સાથે થયા હતા. જેના ફળસ્વરૂપે ત્રણ વર્ષની દીકરી છે. પતિએ શરૂઆતમાં સારું રાખ્યા બાદ પોતાનું પોત પ્રકાશ્યું હતું.

જેમાં પિયરમાં જવાની નાં પાડતા હતા, પરણીતા પર ખોટા ખોટા શક વહેમ રાખીને માનસિક ત્રાસ આપતા હતા તથા દારૂ પીને ગમે તેમ ગાળો બોલી મારપીટ કરતો હતો. સાસુ વર્ષાબેન પટેલ પણ એવા મહેણાં ટોણાં મારતા હતા કે તારા સંસ્કાર સારા નથી. હદ્દ તો ત્યારે થઇ કે, તેણીના સસરા જગદીશભાઈ ચંદુભાઈ પટેલ નવું ઘર બનાવવા પિયરમાંથી પચાસ લાખ લઇ આવ એમ કહીને ટોર્ચર કરીને દહેજની માંગણી કરતા હતા.

ગત. તા- ૨૩મી ડીસેમ્બર-૨૦૨૩ના રોજ પરણીતા સાથે સાસુ-સસરાએ ઝઘડો કરીને મારપીટ કરી રૂપીયા લઇ આવવા દબાણ કર્યું હતું. ડીસેમ્બર-૨૦૨૩માં પરિણીતાની બહેન લંડનથી ભરૂચ આવી હતી એ વખતે પણ તેમના પતિ અને સસરાએ રૂપિયા લાવવા તેમની ત્રણ વર્ષની દીકરી ચાર્વી વગર પિયર મોકલી આપી હતી.

એ વખતે તેમના સસરાએ પરિણીતાની માતાને કહ્યું હતું કે હવે તમારી દીકરીને રૂ.૧૦ લાખ લઈને જ મોકલજો. જે બાદ કોઈ તેડવા આવ્યા નથી કે માતાને તેની દીકરી પણ આપી નથી. જેને લઈને પરિણીતાએ આખરે ભરૂચ મહિલા પોલીસમાં પતિ, સાસુ અને સસરા સામે માનસિક-શારીરિક ત્રાસ અને દહેજ ધારા હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે સાસરિય વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top