National

અમરોહામાં દાનિશ અલીની સભામાં કોંગ્રેસ, સપા અને AAP કાર્યકર્તાઓ વચ્ચે આ કારણે મારામારી

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા અને અમરોહા લોકસભા સીટના (Amroha Lok Sabha seat) ઉમેદવાર દાનિશ અલીના (Danish Ali) એક કાર્યક્રમમાં મંગળવારે કોંગ્રેસ અને AAP કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. સ્ટેજ પર વધતી ભીડને કારણે સપા-કોંગ્રેસ અને AAP કાર્યકર્તાઓને સ્ટેજ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસ અને AAP કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડામણ કરી હતી.

અમરોહા લોકસભા સીટના ઉમેદવાર દાનિશ અલીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે BSP લોકસભા ચૂંટણીમાં ભાજપની બી-ટીમ બનવાની ભૂમિકા ભજવી રહી છે. તેમણે દાવો કર્યો કે માયાવતીની આગેવાની હેઠળના સંગઠનના ઉમેદવારો શાસક પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે.

આ કારણે થઇ મારામારી
સપા-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર દાનિશ અલીની જાહેર સભામાં ફરી એકવાર કાર્યકરો એકબીજા સાથે અથડાયા હતા. મંચ પર બેસવા માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સપાના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ મંચ પર હાજર હતા.

તેમજ કોઈક રીતે બગડતી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. આ હંગામોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મંગળવારે રાત્રે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ મહાગઠબંધનના ઉમેદવાર દાનિશ અલીના સમર્થનમાં પાલિકા ટાઉન હોલમાં જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા.

આ દરમિયાન સાંસદ સંજય સિંહ, ગઠબંધનના ઉમેદવાર દાનિશ અલી, સપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક પુનીત પણ મંચ પર હતા. પરંતુ કેટલાક લોકોએ તેમને ખુરશી પરથી ઉઠાવી દીધા હતા. ત્યાર બાદ સમગ્ર બનાવ બન્યો હતો.

આ સભામાં દાનીશ અલીએ કહ્યું કે ગયા અઠવાડિયે અમરોહામાં ચૂંટણી રેલીમાં નરેન્દ્ર મોદીની તેમના વિશેની ટીકાઓ વડાપ્રધાનની હતાશા દર્શાવે છે. રેલીમાં વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે અલીને ‘ભારત માતા કી જય’ બોલવામાં વાંધો હતો.

કોંગ્રેસના ઉમેદવાર દાનિશે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ગૃહમાં સરકારને ખુલ્લા પાડવાના મારા કામથી આ તેમની હતાશા છે. તેઓ (ભાજપ) નથી ઈચ્છતા કે મારા જેવા સાંસદ ગૃહમાં પાછા ફરે અને તેથી તેમણે ચૂંટણીમાં મારી વિરુદ્ધ તમામ તાકાત લગાવી દીધી છે. તેમજ મારા વિરુધ્ધ નિવેદનો આપ્યા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે અઠવાડિયામાં ચોથી વખત અમરોહા આવી રહ્યા છે. ભાજપના નેતાઓની આખી ફોજ અમરોહામાં પડાવ નાખી રહી છે. જોકે હું તેને એક પડકાર તરીકે લઉં છું. વડાપ્રધાન મોદી પર વળતો પ્રહાર કરતા અલીએ કહ્યું કે ભાજપ કે નરેન્દ્ર મોદી બંનેની પાસે ‘ભારત માતા’ પર કોઈ પેટન્ટ નથી.

તેમણે કહ્યું કે જે લોકોએ આઝાદી પછી 50 વર્ષથી વધુ સમય સુધી પોતાના વૈચારિક મુખ્યાલય પર તિરંગો નથી ફરકાવ્યો તેમણે આવી ટિપ્પણીઓથી બચવું જોઈએ. પૂર્વ મુખ્યમંત્રી માયાવતી અંગે તેમણે કહ્યું કે બસપાનું ટોચનું નેતૃત્વ પાર્ટીની વિચારધારાથી ભટકી ગયું છે અને પાર્ટી શાસક પક્ષની બી-ટીમ તરીકે કામ કરી રહી છે.

Most Popular

To Top