Madhya Gujarat

ડભોઇ સાઠોડ રોડ ઉપર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

ડભોઇ સાઠોડ રોડ ઉપર પંચમુખી હનુમાનજી મંદિર નજીક બાઇક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સમગ્ર બનાવમાં બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ ડભોઇ પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ડભોઇથી સાઠોs જવાના માર્ગ ઉપર પંચમુખી હનુમાનજી મંદિર પાસે બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. વડોદરાથી ચાંદોદ ખાતે વિધિ માટે બાઈક ઉપર જઈ રહેલા ભાવેશભાઈ વસાવા તેમજ મેહુલ રમેશભાઈ વસાવાને મંદિર નજીક ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને યુવકો રોડ ઉપર ફંગોળાતા બાઈકની પાછળ બેસેલા યુવક મેહુલ વસાવાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો બાઈક ચાલક ભાવેશભાઈ વસાવાને સામાન્ય ઈજા થવા પામી હતી. ટ્રેકટર ચાલક ટ્રેકટર મૂકી ને ફરાર થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top