Business

ઇન્ડિયન પાસપોર્ટ વિશ્વનો બીજા ક્રમાંકનો સૌથી સસ્તો પાસપોર્ટ, કોણ છે પ્રથમ?

નવી દિલ્હી: વિદેશ યાત્રાનો (Foreign Travel) વિચાર આવતા જ પાસપોર્ટ એક જરૂરી માધ્યમ બની જાય છે. પરંતુ આ પાસપોર્ટ (Passport) કઢાવવમાં નાણાનો મોટો જથ્થો જતો રહે તો મુશ્કેલી સર્જાય શકે છે. આ બાબતે ભારતીયોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણકે એક સ્ટડીમાં બહાર આવ્યું છે કે, ભારતીય પાસપોર્ટ (Indian passport) વિશ્વનો બીજો સૌથી સસ્તો પાસપોર્ટ (Cheap passport) છે.

ઓસ્ટ્રેલિયન ફર્મ કમ્પેયર ધ માર્કેટ એયુએ તેના અભ્યાસમાં વિવિધ દેશોના પાસપોર્ટની કિંમતની સરખામણી કરી હતી. અભ્યાસમાં દર વર્ષે પાસપોર્ટની માન્યતાના ખર્ચની પણ સરખામણી કરવામાં આવી હતી. આ સ્ટડીમાં એક દેશના પાસપોર્ટનો ઉપયોગ કરીને કેટલા દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે તેની સરખામણી પણ કરવામાં આવી હતી. પરિણામોમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનો પાસપોર્ટ એ બીજા નંબરનો સૌથી સસ્તો પાસપોર્ટ છે અને વાર્ષિક કિંમતની દ્રષ્ટીએ વિશ્વનો સૌથી સસ્તો પાસપોર્ટ છે. આ અભ્યાસમાં UAE પાસપોર્ટ ટોપ પર રહ્યો છે.

ઑસ્ટ્રેલિયન ફર્મ દ્વારા જારી કરાયેલા પ્રેસ સ્ટેટમેન્ટ મુજબ, 10 વર્ષની વેલિડિટી માટે ભારતીય પાસપોર્ટની કિંમત $18.07 (રૂ. 1,505) છે, જ્યારે UAE 5-વર્ષના પાસપોર્ટ માટે $17.70 (રૂ. 1,474) ચાર્જ કરે છે.

ભારતીય પાસપોર્ટ સસ્તો છે પણ…
ભારતીય પાસપોર્ટ સસ્તો છે પરંતુ તે માત્ર મર્યાદિત દેશોને જ વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. ભારતીય પાસપોર્ટ ધારકો માત્ર 62 દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે. આ બાબતે ભારતીય પારપોર્ટ ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડા જેવા દેશોથી વિપરીત છે, જેમની પાસે ખર્ચાળ પાસપોર્ટ છે પરંતુ તે વધુ દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ ઓફર કરે છે.

અભ્યાસમાં UAE પાસપોર્ટ દરેક પાસામાં ટોચ પર રહ્યો, પછી તે વિશ્વનો સૌથી સસ્તો પાસપોર્ટ હોય કે વિઝા ફ્રી એક્સેસ.

વાર્ષિક ખર્ચની દ્રષ્ટિએ ભારતીય પાસપોર્ટ ‘સૌથી સસ્તો’
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે વાર્ષિક ખર્ચના હિસાબે ભારતીય પાસપોર્ટ સૌથી સસ્તો છે. ભારતીય પાસપોર્ટની એક વર્ષની વેલિડિટી માટે માત્ર 1.81 ડોલર (150 રૂપિયા) ચૂકવવા પડે છે. આ પછી, દર વર્ષે ખર્ચની દ્રષ્ટિએ સૌથી સસ્તો પાસપોર્ટ દક્ષિણ આફ્રિકા ($3.05, રૂ. 254) અને કેન્યા ($3.09, રૂ. 257)ના હતા.

Most Popular

To Top