SURAT

JEE મેઈનમાં સુરતના વિદ્યાર્થીઓએ માર્યું મેદાન, લક્વાગ્રસ્ત પિતાના પુત્રએ 99.75 PR મેળવ્યા

સુરત: એન્જિનિયરિંગમાં (Engineiring ) પ્રવેશ માટેની નેશનલ લેવલની એક્ઝાઈમ જેઈઈ-મેઈનના (JEE MAINS RESULT) પરિણામ જાહેર થયા છે. આ એક્ઝામમાં મહારાષ્ટ્રના ખેડૂતના દીકરા નીલે દેશભરમાં પહેલો રેન્ક હાંસલ કર્યો છે. જોકે, સુરતના સ્ટુડન્ટ્સે પણ પાછળ નથી. સુરતના (Surat) વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઝળહળતું પ્રદર્શન કર્યું છે.

સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓએ આકરી મહેનત કરીને જેઈઈ-મેઈન્સની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. સુરતના કૌશલ વિદ્યાભવનના 15 વિદ્યાર્થીઓએ 99 પીઆર મેળવ્યા છે. કૌશલ વિદ્યાભવનની પર્લ વઘાસિયા સેશન ટુમાં 99.80 પીઆર મેળવીને સ્કૂલમાં ફર્સટ મેઈન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરીને પછી આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

કૌશલ વિદ્યાભવનમાંથી 15 વિદ્યાર્થીઓએ 99થી વધુ પીઆર મેળવ્યા છે. ત્યારે વઘાસિયા પર્લ પોપટભાઈ સેશન ટૂમાં 99.80 સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે. હીરાના બ્રોકરેજનું કામ કરતાં પિતાના પુત્રએ મેળવેલી સફળતાને લઈને પરિવાર સાથે શાળામાં પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે, હું આગળનો અભ્યાસ હવે એડવાન્સ ક્રેક કરીને મુંબઈ જેવી સંસ્થામાં સીએસ કરીશ. આ માટે તે રોજની આઠથી 10 કલાકની મહેનત શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં કરતો હોવાનું જણાવ્યું હતું.

યાજ્ઞિક ચાવડા, 99.75 પીઆર

આ ઉપરાંત લક્વાગ્રસ્ત પિતાના પુત્રએ જેઈઈમાં 99.75 પીઆર પ્રાપ્ત કર્યા છે. મૂળ સૌરાષ્ટ્રના વતની યાજ્ઞિક ચાવડાના પિતા રાયસિંગભાઈ લકવાગ્રસ્ત છે. પિતાની સેવા કરવાની સાથે અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવું મુશ્કેલ હોવા છતાં યાજ્ઞિક હિંમત હાર્યો નહોતો. યાજ્ઞીકે કહ્યું મેં બહુ નજીકથી પિતાની પીડા જોઈ છે. જેથી આગામી સમયમાં એન્જિનિયરિંગ કરીને લોકોને ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા ઈચ્છું છું.

આર્જવ દેસાઈ, 99.99 પીઆર

પી.પી. સવાણી સ્કૂલના ગુજરાતી મિડીયમમાં વિદ્યાર્થી દેસાઈ આર્જવે 99.99 PR મેળવી ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું
ગત એપ્રિલ મહિનામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ મેઈન ફાઈનલ પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું . પી.પી.સવાણી સ્કૂલના દેસાઈ આર્જવ શ્રેયભાઈ એ JEE ના પરિણામમાં 99.99 PR મેળવી સમગ્ર ગુજરાતમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત 99 PR ઉપર 29 વિદ્યાર્થીઓ, 95 PR ઉપર 132 વિદ્યાર્થીઓ, 90 PR ઉપર 280 વિદ્યાર્થીઓએ સ્કોર પ્રાપ્ત કર્યો હતો. આ વિદ્યાર્થીઓની મહેનતનું રિજલ્ટ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત બની હતી.

યાજ્ઞિક હર્ષદ, 99.72 પીઆર

રવિવારી બજારમાં કાપડ વેચનારના પુત્રએ JEE ના રિઝલ્ટમાં સમગ્ર ભારતમાં ડંકો વગાડ્યો
પી.પી સવાણી શાળામાં અભ્યાસ કરતો વિધાર્થી મારુ યાજ્ઞિક હર્ષદભાઈ JEE MAIN 99.72 PR મેળવ્યા હતા. યાજ્ઞિકના પિતા હર્ષદભાઈ દરરોજ અલગ અલગ ખુલ્લી જગ્યામાં ભરાતી માર્કેટમાં કાપડ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ કામમાં તેમના માતા પણ સાથે સહકાર આપે છે. હાલ તેઓ સુરત ખાતે કતારગામ વિસ્તારની રમણનગર સોસાયટીમાં વસવાટ કરે છે. તેમનું વતન ભાવનગર જીલ્લાના તાવેડા ગામના વતની છે.

નારાયણ ઇન્સ્ટિટ્યૂટના 41% વિદ્યાર્થીઓ JEE એડવાન્સ પરીક્ષા માટે ક્વોલિફાય થયા

ઘોડદોડ રોડ અને અડાજણમાં આવેલી દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા નારાયણ IIT JEE/NEET/FOUNDATION એકેડેમીના વિદ્યાર્થીઓએ JEE Mains 2024માં ફરી એકવાર અપાર સફળતા પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે.

નારાયણ કોચિંગ સેન્ટર્સના ઝોનલ એકેડેમિક હેડ નીતીશ શર્માએ જણાવ્યું હતું કે, નારાયણના વિદ્યાર્થીઓએ ઓપન કેટેગરીમાં ઓલ ઈન્ડિયા કોમન રેન્ક લિસ્ટમાં પ્રથમ ક્રમે ગજરે નીલકૃષ્ણ, 5માં ક્રમે એચ વિદિત, 6ઠ્ઠા ક્રમે મુથુવરાપુ અનૂપ, 8માં ક્રમે ચિન્ટુ સતીશ કુમાર, 10માં ક્રમે આર્યન પ્રકાશ અને 12માં ક્રમે રોહન સાંઈ પબ્બાએ સ્થાન મેળવ્યું છે. નારાયણની ઘોડદોડ શાખાના ડાયરેક્ટર કપિલ ચૌહાણે માહિતી આપી હતી કે, સુરતની શાખાઓમાં કુલ 15 વિદ્યાર્થીઓએ 99 અને તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. સુરત ના સફળ વિદ્યાર્થીઓની યાદીમાં રોમિલ સોજીત્રા (99.85), વિરાજ પીઠવા (99.81), સિદ્ધ જૈન (99.73), મુકુંદ રાખોલિયા (99.71), જૈમિન ગાંગાણી (99.69), દેવાંગ વૈષ્ણવ (99.58), જેન્યા દોશી (99.52), શ્રેયા (99.52)નો સમાવેશ થાય છે. 99.51), આયુષ પ્રસાદ (99.41), દિવમ શાહ (99.34), ક્રિશ મહેતા (99.31), નિક્ષિત વાઘાણી (99.22), શ્લોક પટેલ (99.17), યશ મોદી (99.11), પ્રેમ વ્યાસ (99.03) અને વધુ વિદ્યાર્થીઓ સામેલ છે, જેમણે તેમની ડ્રીમ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે સ્કોર પ્રાપ્ત કર્યા છે. નારાયણના એક વિદ્યાર્થી સિદ્ધ જૈને ભૌતિકશાસ્ત્રમાં 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે. નારાયણ, અડાજણ શાખાના ડાયરેક્ટ મિહિર શાહે જણાવ્યું હતું કે, સુરતમાં, નારાયણ કોચિંગ સેન્ટરની ઘોડદોડ રોડ અને અડાજણ ખાતે 2 શાખાઓ છે અને નારાયણ સુરતમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાંથી 41% વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત JEE એડવાન્સ પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે ક્વોલિફાય થયા છે.

Most Popular

To Top